________________
યોગશતક
સક્ત બનેલ વ્યક્તિ જયારે તેની પાછળ ખુવાર થાય છે ત્યારે તેને વર્તમાન જન્મમાં અનેક કટુ વિપાકો ભેગવવા પડે છે, એટલું જ નહિ, પણ જન્માંતરમાંય ભેગવવા પડે છે. - સાધક ધન આદિ પરિગ્રહ ભણી લલચાય ત્યારે ચિંતવે કે પરિગ્રહનું સ્વરૂપ ઉપાર્જન, રક્ષણ વગેરેમાં આવી પડતાં સેંકડો સંકટથી સંકુલ હોય છે, તેનું પર્યાવસાન છેવટે નાશમાં જ છે અને તેમાં સેવેલી આસક્તિના પ્રમાણમાં તે દુર્ગતિનું પણ નિમિત્ત બને છે.
જ્યારે સાધકના મનમાં કોઈને પ્રત્યે એક અથવા બીજે કારણે દ્વેષ કે અપ્રીતિ ઊપજે ત્યારે તે અપ્રીતિના વિષયને લગતાં
સ્વરૂપ આદિને ચિંતવે. કેટલીક વાર અપ્રીતિ કે દ્વેષ કઈ જીવ પ્રત્યે આવિર્ભાવ પામે છે તે કેટલીક વાર જડ વસ્તુ પ્રત્યે પણ તે પ્રગટે છે. ગમે તે વસ્તુમાં દ્વેષ અનુભવાત હોય તોય સાધકે ચિંતવવું કે છેવટે તે વસ્તુ પિતાથી ભિન્ન છે, તેની સાથે પિતાને કઈ કાયમી લેવાદેવા નથી. જેના પ્રત્યે દ્વેષ થતું હોય તે વસ્તુ અંતે તો અસ્થિર જ છે. એવી અસ્થિર વસ્તુ પ્રત્યે દ્વેષ કેળવવા તે અસ્થાને છે. દ્વેષને સંસ્કાર ચિત્તમાં પિષાત રહે તે છેવટે આ જન્મની પેઠે જન્માક્તરમાં પણ એ કટુક વિપાકનું કારણ બને જ છે.
વ્યવહારની ચાલુ ભાષામાં મેહનો અર્થ આસક્તિ કે રાગ લેવાય છે, પણ શાસ્ત્રીય વ્યવહારમાં રાગ જુદો ગણાવાતે હાઈ મોહને અર્થ અજ્ઞાન, સંશય કે ભ્રમરૂપે લેવાય છે. જ્યારે સાધકના મનમાં જડ કે ચેતન કેઈ પણ ચિંત્ય વસ્તુના સ્વરૂપ વિશે માહ ઉદય પામે અર્થાત્ તેને ખરું સ્વરૂપ જાણવામાં મૂંઝવણ થાય ત્યારે તેણે વસ્તુમાત્રનું સ્વરૂપ સામાન્ય રીતે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યયુક્ત છે એમ અનુભવ અને યુક્તિ-તર્ક કે અનુમાનથી યથાર્થ પણે ચિંતવવું. સ્વાનુભવ અને યુક્તિ બન્ને પરસ્પર વિરુદ્ધ ન હોય