________________
ગાથા ૨૪ ભૂમિકા લિંગ – લક્ષણે વડે જાણીને, ગુરુએ ષધના દષ્ટાન્તને અનુસરી યથાગ્ય ઉપદેશ આપ. (૨૪)
સમજૂતી–ગાથા ૨૪ થી ૩૫ સુધીમાં ગ્રંથકારે મુખ્યપણે બે મુદ્દા ચર્ચા છે. પહેલો મુદ્દો એ છે કે ગુએ લિંગ યા લક્ષણથી યોગાધિકારીને ઓળખી તેના અધિકાર પ્રમાણે ઉપદેશ આપ. બીજા મુદ્દામાં ચારે યોગાધિકારીઓને ઉદ્દેશી જે જે ઉપદેશ આપ ઘટે તેનું ટૂંક નિરૂપણ છે. પાછળ ૧૩ થી ૧૬ સુધીની ચાર ગાથાઓમાં ચારે પ્રકારના ગાધિકારીઓને ઓળખવાનાં લક્ષણો સૂચવાયાં છે. તે લક્ષણે ઉપરથી યોગાધિકારી કઈ કોટિને છે એમ બરાબર ગુરુ જાણી લે, અને પછી જ તેની કક્ષા પ્રમાણે ઉપદેશ આપે. ગ્રંથકાર કહે છે કે અધિકારાનુસાર ઉપદેશ આપવામાં આવે તો
જ તે ઔષધની જેમ સાર્થક નીવડે. ઔષધને દાખલો ગ્રંથકારે પિતે જ અનેક સ્થળે ટાંક્યો છે. ૧૯ તેને સાર એ છે કે ગમે તેવું ઉત્તમ અને ગુણકારી ઔષધ પણ અવસ્થાભેદ પ્રમાણે વપરાય તે જ હિતકર નીવડે. યુવાન અને પ્રૌઢને આપવાના ઔષધની માત્રા બાળકને હાનિકારક નીવડે. એ જ રીતે શ્લેષ્મઘ ઔષધ ગમે તેવું હોય છતાં તે વાતવ્યાધિવાળાને આપવાથી વિપરીત પરિણામ લાવે. વળી ઋતુભેદ પણ ઔષધના ઉપયોગમાં ધ્યાનમાં લેવાય છે. તે જ રીતે યોગના અધિકારીઓને તેમની કક્ષા પ્રમાણે ઉપદેશ આપવાથી અસરકારક નીવડે છે; અને તેઓ કમેકમે એ જ ઉપદેશના પરિણામે આગળ વધે છે.
પ્રથમ કક્ષાના સાધકને ઉપદેશ पढमस्स लोकधम्मे परपीडावजणाइ ओहेणं । गुरुदेवातिहिपूयाइ दीणदाणाइ अहिगिच्च ॥ २५ ॥
૧૯. પંચાશક ૩, ૮૦; પેડશક ૧, ૧૫ અને ૨, ૩-૪.