________________
ગશતક
રાખવામાં ઉપકારક થાય જ છે. ગ્રંથકાર એ વસ્તુ દૃષ્ટાન્ત. દ્વારા સ્પષ્ટ કરતાં કહે છે કે કુંભાર ચાકડે ચલાવવાનું દંડથી શરૂ કરે છે, પણ પછી તે ચાકડા ઉપર દંડને વધારે વખત નથી રાખતે, ઉઠાવી લે છે. છતાં એ દંડે આપેલી ગતિ અને તેમાંથી પ્રગટેલા વેગસંસ્કારને લીધે ચક્ર તે અમુક વખત સુધી ચાલુ જ રહે છે અને એ ચક્રગતિને લીધે જ કુંભાર ઇરછાનુસાર આકારો સર્જી શકે છે. તે જ રીતે સાધક ઈચ્છાયાગ ને શાસ્ત્ર ગની દશામાં બીજાને અવલંબી વિધિ-નિષેધપૂર્ણ વ્યાવહારિક અને ધાર્મિક જીવનચર્યા શરૂ કરે છે, પણ તેનામાં વધારે વિકાસ થતાં અને અપ્રમતપણું વધારે સ્થિર થતાં એ શાસ્ત્રયોગકાળના સંસ્કારો એની જીવનચર્યાના નિયામક બની રહે છે. એટલે દેખીતી રીતે જીવનચર્યા એની એ લાગવા છતાં તત્ત્વતઃ એને આત્મા બદલાઈ જાય છે. તે એટલે સુધી કે જયારે વાસીચન્દન,૫૧૮ જેવી મુનિદશા પ્રાપ્ત થાય અને
જ્યારે સાધકને સંસાર કે મોક્ષ, સુખ કે દુ:ખ બનેમાં એક સરખો સમભાવ પ્રગટે ત્યારે પણ પૂર્વસંસ્કારપ્રેરિત બાહ્ય જીવનચર્ચા ચાલતી હોય છે.
૧૮. “વાસીચંદનકલ્પ' જેવા શબ્દ દ્વારા સૂચવાતી ભાવના તો દરેક આધ્યાત્મિક સંપ્રદાયોમાં મળવાની જ. ગીતામાં અને અન્યત્ર એ ભાવના gaણે સમે કરવા સામાામ કથા' જેવા શબ્દોથી નિરૂપાઈ છે. પ્રસ્તુત ગાથામાં પણ સમસુખદુઃખ આવે જ છે, પરંતુ એ ભાવનાને વ્યક્ત કરતે “વાસીચંદનકલ્પ” શબ્દ પ્રાકૃત અને સંસ્કૃત, પ્રાચીન અને અર્વાચીન જૈન ગ્રંથમાં અનેક સ્થળે પ્રયોજાય છે. “કલ્પસૂત્ર'(પ્ર. આત્માનંદ સભા, સૂત્ર ૧૧૯, પૃ. ૧૭૫-૧)માં “વાણીજંગલમાનજણે” એવું પદ છે, જ્યારે આવશ્યકનિયુક્તિ, ગાથા ૧૫૪૮માં આ પ્રમાણે છે:
वासीचंदणकप्पो जो मरणे जीविए य समसण्णो । देहे य अपडिबद्धो काउस्सग्गो हवइ तस्स ।।