________________
યેગશતક નિવૃત્તિ યા પ્રવૃત્તિ કરવા પ્રેરે છે. આ ત્રિવિધ જ્ઞાનનું તારતમ્ય નીચેના દાખલામાં સ્પષ્ટ થાય છે.
કોઈ અપરીક્ષક પણ નિર્મળ-દૃષ્ટિસંપન્ન વ્યક્તિ હીરાને જઈ “આ હીરો છે” એમ તો કદાચ જાણે, પણ એનું વ્યાવહારિક મૂલ્ય તે આંકી નથી શકતો. તેનું આ જ્ઞાન હીરા પૂરતું વિષયપ્રતિભાસિ કહેવાય. બીજી પરીક્ષકશક્તિવાળી વ્યક્તિ એ જ હીરાને હીરે સમજી તેનું વ્યાવહારિક મૂલ્ય પણ છે કે આ વસ્તુ આટલા માટે ગ્રાહ્ય છે, તે તેનું જ્ઞાન હીરા પૂરતું આત્મપરિણામી કહેવાય, કેમ કે પ્રથમ વ્યક્તિ કરતાં આ વ્યક્તિની સમજણમાં મૂલ્યાંકન કરવા પૂરતું ઊંડાણ છે. ત્રીજી કઈ વ્યક્તિ પરીક્ષકશક્તિ ઉપરાંત પુરુષાર્થ શક્તિ પણ ધરાવતી હોય, તે હીરાને હીરા તરીકે જાણે અને એનું મૂલ્યાંકન કરી બેસી ન રહે, પણ જો એ ઉપાદેય હોય તો તેને પ્રાપ્ત કરવા પ્રવૃત્તિ કરે. એવી
વ્યક્તિનું હીરા વિશેનું જ્ઞાન પહેલી બે વ્યક્તિઓ કરતાં વધારે ઊંડું હેવાનું, કેમ કે તે વિના એ પ્રવૃત્તિપર્યાવસાયિ બની ન શકે. આ તે માત્ર સ્થૂળ દાખલો છે, પણ તે વસ્તુ આધ્યાત્મિક ક્ષેત્રે યોજીને સમજવાની છે. અજ્ઞાનકેટિને જીવ બાળ કે મૂઢની પેઠે વસ્તુને કદાચ જાણે, પણ તે તેનું મૂલ્ય આંકી ન શકે. જ્ઞાનકોટિને જીવ વસ્તુને જાણવા ઉપરાંત તેનું આધ્યાત્મિક મૂલ્ય પણ કે જ. જયારે સજજ્ઞાન કેટિને જીવ પોતે આંકેલા મૂલ્ય પ્રમાણે વિવેકપૂર્વક નિવૃત્તિ યા પ્રવૃત્તિ પણ કરે.૧૪
૧૪. શ્રી હરિભદ્ર જ્ઞાનાષ્ટક (નં. ૯)માં વિષય પ્રતિમાસ આદિ ત્રણ જ્ઞાનના સ્વરૂપની, તેનાં સૂચક લિંગાની અને તેના કાર્યની સ્પષ્ટ ચર્ચા કરી છે. એ અષ્ટકને અનુસરી શ્રી. યશોવિજયજીએ છઠ્ઠી બત્રીશી (લોક ૨ થી ૫)માં એ જ વિષયની વધારે વિશદ ચર્ચા કરી છે. અહીં નોંધવા જેવું એ છે કે શ્રી હરિભદ્ર ત્રિવિધ જ્ઞાનની પરિભાષા પતે રચી છે, પરંતુ એની પાછળ સમન્વયની ભૂમિકા છે. ગીતા (૧૦. ૪) માં બુદ્ધિ, જ્ઞાન અને