________________
૭૮]
૦ ૧૬૦૦૦-અંગરક્ષક દેવતાઓ. ૦ ૩ ક્રોડ ગેકુળ, ૦ ૮૪ લાખ હાથી. ૦ ૮૪ લાખ-રથ. ૦ ૮૪ લાખ ઘેડા. ૦ ૯૯૦૦૦-દ્રોણમુખ (દ્રોણમુખ-ચારસે ગામમાં મુખ્ય ગામ.) ૦ ૨૪૦૦૦-કર્બટ. (કબ ટ-પર્વત વિશેષ અથવા ધૂળના ગઢથી
વિંટાયેલું ગામ) ૦ ૨૪૦૦-મંડબ (નિવેશ વિશેષ અથવા ધૂળના ગઢથી
વિંટળાયેલું ગામ.) ૦ ૨૦૦૦૦-આકર (ખાણ). ૦૬૨૦૦૦-મોટાં નગરે. ૦ ૧૬૦૦૦-ખેટ (ખેડુતનાં ગામે અથવા નાનાં ગામે.) ૦ ૯૬ ક્રોડ-પાયદલ. ૦ ૪૮૦૦૦-પત્તન. ૦ ૩૨૦૦૦-દેશ ૦ ૧૪૦૦૦-સંબધ ૦ ૪૯-કુરાજ્ય, ૦ ૧૮ શ્રેણિ-પ્રશ્રેણિ. ૦ કુલ ૯૬ ક્રોડ ગામ ૦ ૫૬-૫ ગામે ૦ ૩૬૩-રસઈદાર. ૧ અઠ્ઠમ છ ખંડ વિજય પ્રસંગે કરે. (૨) બળદેવ, વાસુદેવ-પ્રતિવાસુદેવ.
વાસુદેવને ચક્રવર્તિથી અધી ઋદ્ધિ હોય છે. વાસુદેવના સાત રત્નોનાં નામ:– ૧ શાડગધનું ૨ કોમેદિકી ગદા, ૩ પાંચજન્ય શંખ, ૪ કૌસ્તુભ મણિ, ૫ નન્દન ખડગ, ૬ વનમાલા, ૭ ચક્ર વાસુદેવોને રંગ શ્યામ અને પીત વસ્ત્ર તથા ગરૂડનું ચિહ હોય છે. બલદેવને રંગ વેત, નીલ વસ્ત્ર અને તાડનું ચિહ્ન હોય છે. પ્રતિવાસુદેવને વર્ણ શ્યામ જ હોય છે. વાસુદેવ અને પ્રતિવાસુદેવ અવશ્ય નરકે જાય બલદેવ સ્વર્ગે અથવા મોક્ષે જ જાય. ચક્રવત મેલે, સ્વર્ગ અને નરકે પણ જાય.