SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ (e) શ્રીષિમડલ વ્રુત્તિ–ઉત્તરા શ્રી વીરપ્રભુના આગમનને સાંભલી અત્યંત હર્ષ પામેલા તે અન્ને ભૂપતિએ તત્કાલ શ્રી જિનેશ્વર પ્રભુ પાસે ગયા. ત્યાં કાર્ય ના જાણુ અને ઉપન્ન થએલી ભકિતથી ભાવિત ચિત્તવાલા તે અન્ને બ ંધુઓએ શ્રી જિનેશ્વરને ત્રણ પ્રદિક્ષણા કરીવિધિથી પ્રણામ કર્યા. પછી ઇષ્ટ વસ્તુ આપવામાં કલ્પવૃક્ષરૂપ અને શાંત તેજથી સુશોભિત એવા શ્રી પ્રભુએ ભવ્ય જીવાના ઉપકાર માટે મનેાહર ધર્મ દેશનાના આરંભ કર્યા. હું ભવ્યજના ! દેવરત્નની પેઠે દુર્લભ સર્વ સામગ્રી યુકત આ મનુષ્યભવ પામીને કુતિરૂપ સ્ત્રીને મેલવનાર આલસ્યને અંગીકાર ન કરી. ચૈાવન, નદીના પુરની પેઠે અસ્થિર અને અનર્થકારી છે. લક્ષ્મી નદીના કલ્લેાલ જેવી ચંચલ છે, પાંચ વિષયા પણ કપાકલ સમાન છે. તેમજ સ્વજનાદિકાના સમાગમ પણ સ્વમ જેવા છે. હે ભવ્યજના ઈત્યાદિ સર્વ વિચાર કરીને સંસારદાયક પ્રમાદ ત્યજી દઇ અને શાશ્વત આનંદ તથા સુખ આપનારા અરિહંતના ધર્મને સેવા. ” આવી શ્રીજિનેશ્વર પ્રભુની ધર્મ દેશના સાંભલીને પ્રતિમાધ પામી વૈરાગ્યવત થએલા શાલ અને મહાશાલ પ્રભુને વિનંતિ કરવા લાગ્યા કે: “ હે વિભા ? અમે હાલમાં રાજ્યની વ્યવસ્થા કરી શીઘ્ર અહિ' આવીએ ત્યાં સુધી આપે કૃપા કરી અહિંયાજ રહેવું. ’ પ્રભુએ કહ્યું. “ આ કાર્યમાં તમારે વિલંબ કરવા નહીં કારણકે મ્હોટા પુરૂષોને પણ ઉત્તમ કાર્યો અહુ વિદ્મવાલાં થઇ પડે છે. ” પછી તે બન્ને ભાઈઓએ નગરીમાં આવી પોતાની હૅન કે જે કાંપીલ્યપુરના પિઠર ભૂપતિની સ્ત્રી થતી હતી, તેના પુત્ર ( ભાણેજ) ગાગલને પોતાના રાજ્યના અભિષેક કર્યો અને પછી પાતે તત્કાલ શ્રી જિનેશ્વર પ્રભુ પાસે આવ્યા ત્યાં તેઓએ દીક્ષા લીધી પછી સત્તર પ્રકારના શુદ્ધ સયમને પાલતા એવા તે બન્ને સાધુએ અનુક્રમે એકાદશાંગીના-સૂત્ર તથા અર્થના જાણ થયા. એકદા તે બન્ને મુનિઓ, શ્રી મહાવીર પ્રભુને વિન ંતિ કરવા લાગ્યા કે, “ હે તીર્થેશ્વર પ્રભુ ! જો આપ અમને ધર્મ લાભ માટે આજ્ઞા આપે તે અમે શ્રી ગીતમ ગુરૂને સાથે લઇ પૃષ્ટચ'પા નગરીમાં ગેાગાલિઆદિકને પ્રતિબેાધ કરવા માટે જઈએ. ” ' પ્રભુએ એમણે ‘ એમ હા’ એમ કહ્યું એટલે તે બન્ને મુનિરાજ શ્રી ગૈાતમને સાથે લઇ પૃષ્ટચ'પા નગરીમાં ગયા. પછી સાલ, અને મહાસાલ સહિત આદિ ગણનાથ એવા શ્રી ગૈાતમને આવ્યા જાણી માતાપિતા સહિત ગાલ અહુ હર્ષ પામ્યા. ત્યાર પછી માતાપિતાદિ પરિવાર સહિત તે ગાગલિ ભૂપતિ તેમને વંદન કરવા માટે સુકૃતિ નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં તેણે પ્રથમ ગાતમ ગણધરને ત્રણ પ્રદક્ષિણા કરવા પૂર્વક નમસ્કાર કરીને પછી ભક્તિથી સાલ મહાસાલ મુનિને વંદના કરી. શ્રી ગાતમ પાસે ધર્મોપદેશ સાંભલી માતાપિતા સહિત ગાગલ ઉત્કૃષ્ટ સવેગ પામ્યા. તેથી
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy