SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) શ્રીઋષિમ`ડલ વૃત્તિ ઉત્તરાન જાણી તેણીને એકાંત સ્થાનમાં લાવીને કહ્યું. “ હે પુત્રી! યુદ્ધમાં સન્મુખ હણાયલા ખંધુના તું શાક ન કર, જેમ દ્રવ્યથી દ્રવ્ય વૃદ્ધિ પામે છે. અને દુ:ખથી દુ:ખ વધે છે તેમ શાકાનુબ ંધી શાક ખીજા શેાકને શમાવતા નથી. હે વત્સ ! તું મ્હારી પુત્રી હાવાથી મ્હારા પ્રાણથકી પણ વધારે વહાલી છું. માટે અહિં પ્રસન્ન ચિત્તથી નિ:સ ંદેહપણે દી કાલ પર્યંત રહે. ” દેવતાનાં આવાં વચન સાંભલી કનકમાલા “ આ દેવતા કાણુ, હું એની પુત્રી શી રીતે, એ મ્હારે વિષે કેમ સ્નેહ કરે છે તેમ મ્હારા અંતરાત્મા પણ તેને વિષે કેમ પ્રીતિ પામે છે ? ” એમ જેટલામાં વિચાર કરે છે તેટલામાં ઢઢશક્તિ વિદ્યાધરેંદ્ર ત્યાં આવી તેણીને અમૃત દ્રષ્ટિથી જોવા લાગ્યા. વલી તેણે ત્યાં પૃથ્વી ઉપર પરસ્પર હાઇને પડેલા વાસવ વિદ્યાધરને તથા પેાતાના પુત્ર સુવર્ણ તેજને દીઠા. એટલુંજ નહીં પણ તે પોતાની આગલ પડેલી, કપાઇ ગએલા મસ્તકવાળી કનકમાલિકા પુત્રીને જોઇ વિચાર કરવા લાગ્યા. “ પ્રથમ આ અધમ વાસવે મ્હારી પુત્રીનું હરણ કર્યું અને મ્હારા પુત્ર સુવણુ તેજને માર્યા. વલી મ્હારા પુત્રે તેને પણ મારી નાખ્યા દેખાય છે. અરે જીવ! દુ:ખની ખાઇરૂપ આ સંસારમાં કઈ સાર વસ્તુનું વર્ણન કરૂં ? કે જ્યાં ઇષ્ટ પુરૂષના વિયેાગ રૂપ અનિષ્ટ ચાગથી ઉત્પન્ન થએલું દુ:ખ વૃદ્ધિ પામે છે. કયાં મ્હારા પુત્ર અને પુત્રી ? વળી કયાં આ શસ્ત્રધારી વાસવ ? હું જીવ ! નિરંતર તું . આ જગને સ્વગ્નાના સમાન જાણુ. આ મ્હારા શત્રુ અને આ મ્હારા મિત્ર એ કેવલ માહનીજ ચેષ્ટા છે. માહથીજ જડ હૃદયવાલા લેાકેા પેાતાનું હિત જાણી શકતા નથી. અવલા માર્ગે ચાલનારાને વૈરી અથવા મિત્ર ગણવા એ સર્વ મનુધ્યાને વિષે બ્રાંતિ છે. આ મનુષ્ય સુખ દુઃખનું નિર્ણય કરેલું તત્ત્વ જાણે છે કે અસં તાષર્થ મહાદુ:ખ અને સતાષથી ઉત્કૃષ્ટુ સુખ મળે છે. ” આ પ્રમાણે વિચાર કરતા એવા તે લઘુકી અને ધમિ એવા ઢઢશક્તિ વિદ્યાધરને પૂર્વ ભવના જાતિ સ્મરણને લીધે સ્વયં બુદ્ધપણું પ્રાપ્ત થયું. પછી દેવતાએ વેષ આપ્યા એટલે ત દશક્તિ ચારણ મુનિ થયા. આ વખતે પુત્રી કનકમાલાની સાથે પેલા દેવતાએ આવીને તેને નમસ્કાર કર્યાં. પુત્રીને જીવતી જોઇ અત્યંત વિસ્મય પામેલા ચારણ મુનિએ તે દેવતાને પૂછ્યું કે “અહા ! આ શું ? ” દેવતાએ કહ્યું, “ હે મુનિ ! રણમાં પરસ્પર યુદ્ધ કરીને મૃત્યુ પામેલા તે બન્ને વિદ્યાધરાની પાસે મે માયાથીજ આ કન્યા મૃત્યુ પામેલી દેખાડી હતી.” મુનિએ “ તમે તેવી માયા શામાટે કરી ? ” એમ પૂછ્યુ' એટલે તે ઠ્યતર દેવતાએ હસીને કહ્યુ કે “હે મહામુનિ ! એ વાત તમે સ્થિર થઈને સાંભળે. પૂર્વે હું ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજા જિતશત્રુની પ્રિયા કનકમ જરીના પિતા ચિત્રાંગદ નામે હતા. તેણીએ આપેલા નવકારના પ્રભાવથી હું મૃત્યુ પામીને વ્યંતર દેવતા થયા છું. અને તે મ્હારી પુત્રો કનકમજરી પણ દેવીપણાના અનુભવ કરીને પછી તમારી વિદ્યાધર પુત્રી થઈ છે. વાસવ વિધાધર તેણીને હરણ કરીને પ્રાસાદ આગલ લાગ્યે એટલામાં આ પર્વતમાં રહેતા એવા મેં અધિજ્ઞાનથી તેણીને મ્હારી પુત્રી જાણી. પરસ્પર યુદ્ધ કરીને વાસવ તથા સુવર્ણ તેજ બન્ને જણા મૃત્યુ પામ્યા. પછી હું જેટ 66
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy