SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ * (૪૪). શ્રી હરિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ તે કડાં મહટાં પડયાં છે એવી તે સ્ત્રી બહુ કેતુક પામી. અનુક્રમે કડાં પહેરતાં ત્રણે વર્ષ ગયાં એવામાં તે તે બહુજ પુષ્ટ દેહવાલી બની ગઈ. એકદા તે સ્ત્રી જે ધનવંતને ત્યાંથી કડાં લાવી હતી તે પુરૂષે પેલી સ્ત્રીને ત્યાં આવી તેણીએ આપેલું દ્રવ્ય પાછું લઈ પોતાનાં કડાં પિતાને સ્વાધિન કરવાનું કહ્યું. સ્ત્રીએ બહુ મેહેનત કરી પણ વૃથા, કારણ પિતે બહુ પુષ્ટ થઈ જવાને લીધે હાથથી કડાં નિકળી શક્યાં નહીં પછી તેને જણાઓએ વિચાર કરી ચગ્ય કિંમતથી તે સ્ત્રીને કડાં રાખવાનું ઠરાવ્યું.” દાસીએ. હાથમાં રહેલાં કડાંની કિંમત શી રીતે થાય? એમ પૂછવાથી રાણીએ તે વાત બીજે દિવસે કહેવાનું કહ્યું. વાત સાંભળવાને લાલચુ રાજા બીજે દિવસ પણ ત્યાંજ આવ્યો. અને રતિશ્રમ થવાથી કપટનિંદ્રામાં સુતે. દાસીએ આગલા દિવસની વાત પૂર્ણ કહેવાનું કહ્યું એટલે રાણીએ કહ્યું. પ્રથમ જેટલું દ્રવ્ય આપ્યું છે. એટલું જ આપવું.” | કૃતિ સમા થા | મદનાના પૂછવાથી ફરી કનકમંજરી કથા કહેવા લાગી. “કઈ એક સ્ત્રી, પિતાની શોક્યની ચોરીના ભયથી પિતાના અંગના આભૂષણે, પેટીમાં મૂકી સીલ કરીને દાસીની પાસે એક દેખાતા સ્થાન ઉપર મૂકાવી પોતાની સખીને ઘેર ગઈ. પછી એકદા પેલી શકયે જાણે હમેંશા ઉઘડતી હોયની ? એમ પેટી ઉઘાડીને તેમાંથી મહા મૂલ્યવાલે હાર ચારી લીધું. હવે પેલી સ્ત્રી પાછી આવી અને તેણુએ પેટીને ઉઘાડ્યા વિના દૂરથી જોઈને હારની ચોરી થએલી જાણી. “નિચે હારી, શેક તે હાર ચોરી લીધા છે.” એમ ધારી તે સ્ત્રીએ સર્વ માણસેની સમક્ષ તે સ્ત્રીનું વૃત્તાંત પ્રગટ કર્યું. પછી તે સ્ત્રી પિતાની શોક્યને કઈ દુષ્ટ દેવના સેગન આપવા માટે ત્યાં તેડી જવા લાગી. તેથી ભયબ્રાંત ચિત્તવાળી તે શકયે તુરત લોકેના જોતાં છતાં તેણીને હાર પાડે આપી દીધું.મદનાએ પૂછયું કે-“હે બાઈ! હારની માલીક તે સ્ત્રીએ પેટી ઉઘાડી નહોતી છતાં તેણીએ દૂરથી જ પેટી જેઈ હારની ચોરી શી રીતે જાણું ? ” રાણી કનકમંજરી “એ વાત કાલે કહીશ” એમ કહી નિદ્રાવશ થઈ. પછી બીજે દિવસે વાત સાંભળવામાં મહા લોભી બનેલો રાજા ત્યાંજ અવ્ય અને કામસુખને અનુભવ કર્યા પછી કપટનિદ્રાથી સુતે. દાસીએ આગલા દિવસની અધુરી વાત પૂછી એટલે રાણીએ મદનાને કહ્યું, “હે સખી ! તે પિટી નિર્મલ એવ કાચની બનાવેલી હતી જેથી અંદર રહેલી સર્વ વસ્તુ પ્રગટપણે બહારથી દેખાતી હતી. તિ ગષ્ટમી ચા | વલી પણ દ્રાસીએ વાત પૂછી અને કનકમંજરી કહેવા લાગી. “એકદા કેઈ એક વિદ્યાધર કેઈ રાજકન્યાનું હરણ કરીને આકાશ માર્ગે ચાલ્યું. પુત્રીના હરણની વાત સાંભલી પિતા કહેવા લાગ્યું કે “જે વીર પુરૂષને મહારી પુત્રી
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy