SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦) શ્રી ઋષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ ત્રાસ પામેલા સર્વે લેકે આમ તેમ નાસી ગયે છતે તે ચિત્રાંગદ પુત્રી કનકમંજરી પણ તુરત નાશી જઈને કોઈ સ્થાનકે ઉભી રહી. પછી ઘોડેસ્વારને ગયે છતે કનકમંજરી, પિતાના પિતા પાસે આવી. હાથમાં ભાત લઈને આવેલી પુત્રીને જોઈ ચિત્રાંગદ શરીરચિંતા માટે હાર ગયો. પછી કન્યાએ વસ્ત્રથી ઢાંકેલા ભેજનના પાત્રને એક બાજુએ મૂકી અને તે પોતાના પિતાના રંગના નાના પ્રકારનાં પાત્ર હાથમાં લઈ ઊતકથી તે રંગેવડે સ્ફટિકમણિના સરખી ઉજવલ ભીંત ઉપર આદરથી એક કલાવાન મર ચિતર્યો. આ વખતે રાજા ત્યાં આવી ચડે. અનુક્રમે ચિત્રો જેવા માટે ફરતા એવા તે ચતુર ભૂપતિએ પેલા મેરને ભ્રમથી સાચે માની તેને પકડવા માટે હાથથી ઝડપ મારી, આમ કરવાથી તેના નખ ભાગી જવાને લીધે તે બહુ વિલક્ષ બની ગયે. આ અવસરે ચિત્રકાર પુત્રી કનકમંજરી, રાજાને વિલક્ષ બનેલ જોઈ હસીને બેલી કે “ખરેખર ત્રણ પાયાથી ડગતા એવા માંચાને ચે પાયે તું આજે મને મલ્યો.” રાજાએ કહ્યું. “તે ત્રણ પાયા ક્યા છે કે જેમાં ચેથા પાયા રૂપ મને બના? કનક મંજરીએ કહ્યું “હે નૃપ ! જે આપના મનમાં તે બાબતનું કૌતુક હોય તો સાવધાન થઈને સાંભળો. આજે બાળક અને સ્ત્રીઓથી ભરપૂર એવા રાજમાર્ગમાં અતિવેગથી અશ્વ દેડાવતા એવા એક પુરૂષને મેં દીઠે. તે પુરૂષ પહેલે પામે છે. હે ગૃપ ! બીજે પાયે તેને જાણો કે જેણે આ બીજા હેટા કુટુંબી પુરૂષની સાથે નિર્ધન અને વૃદ્ધાવસ્થાથી વ્યાસ એવા હારા પીતાને આ ચિત્રકામમાં સરખે ભાગ આપે. વલી સંપાદન કરેલી લક્ષ્મીને વ્યય કરનાર અને સરલ મનવાલે આ હારે પિતા પૃથ્વીને વિષે ખરેખર ત્રીજા પાયા રૂપ છે. કારણ કે મેં હંમેશાં ભાત આપ્યા પછી તે હારજવા જાય છે. હે રાજન ! તે ત્રણમાં ચોથા પાયાની પૂર્તિ કરનારા તમે દેખાયા છે. કારણ કે તમે વિચાર કર્યા વિના સહસા ચિતરેલા મેરને સાચે જાણે તેને પકડવા માટે પિતાના હાથથી ઝડપ મારી. ” આ પ્રમાણે વાત કરતી એવી અને મૃગના સમાન દ્રષ્ટિવાલી તે કનકમંજરીએ, મધુર વચન અને યુક્તિથી વ્યાસ એવી ચાતુરીએ કરીને ચમત્કાર પમાડેલા અને હરિના સરખા તે ભૂપતિના મનને હરણ કરી લીધું. જો કે તેણીએ એક એક વચન અવળી રીતે કહ્યું હતું તે પણ તે મનુષ્યને ગ્રહણ કરવા જેવું હતું. કહ્યું છે કે કાળા અગર ચંદનથી ઉત્પન્ન થએલે ધુમાડો પણ કયા માણસને મનહર ન લાગે ? પછી મને હરપણાએ કરીને તેને વિષે આસક્ત થએલો રાજા અત્યંત હર્ષ પામતે છતે પિતાના મંદીર પ્રત્યે ગયે. પરંતુ તે પિતાનું રાત્રી સંબધી કૃત્ય અને મન એ બન્ને વસ્તુઓને કનકમંજરી પ્રત્યે મૂકી ગયો. પછી ભૂપતિએ પિતાના સુગુપ્ત નામના ઉત્તમ પ્રધાનની મારફતે મોટો આદરથી ચિત્રાંગદ પાસે તે કન્યાનું માગું કર્યું. છેવટ ક્ષણમાત્રમાં બહુ દ્રવ્યથી તે ચિત્રકારના ઘરને પૂર્ણ કરીને જિત
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy