________________
છે. જન સાહિત્યકારેએ સાહિત્યના કેઈપણ વિભાગને પડતે મૂક નથી. વ્યાકરણ ન્યાય, ચમ્પ, સાહિત્ય, ગણિત, ઇતિહાસ, ભૂગોલિક વિષય, જ્યોતિષ, વૈદક વિગેરે વિગેરે વિષયના જૈન ગ્રંથ એટલા બધા રચાયા છે કે જેહેની તુલના અન્ય સમાજના સાહિત્ય સાથે કરવામાં આવે તે અવશ્ય સમાન કોટિમાં તે ઠીક, પરન્તુ ઉત્તમ કાટમાં આવી શકે.
કહેવાય છે કે, જૈન સાહિત્ય અનેક આઘાતમાંથી પસાર થઈ ચુસ્યું છે. પહેલાં કેટલાક વિદ્વેષી જૈનેતર રાજાઓએ, પોતાની ધમધતાને વશ થઈ, એને, બાળી પણ મૂકયું હતું. કેટલાક ગ્રંથે ચોરાઈ પણ ગયા છે. વળી કેટલાક સાહિત્યની કિંમત ન સમજનાર મનુષ્યએ એ ગ્રંથો પરદેશીઓને વેચી દીધા છે, અને વધુમાં કેટલેક ઠેકાણે ઉધઈના કીડાઓથી પણ કેટલાક ગ્રંથે ખવાઈને મરણને શરણ થયા છે. આ બધા આઘાતમાંથી પસાર થતાં થતાં પણ આપણી પાસે એટલું બધું સાહિત્ય બચ્યું છે કે, હેને માટે એ સાહિત્યકારના વારસદાર (જેને) ગૌરવથી શીર ઉંચકી શકે છે.
જૈન સાહિત્યના અવાંતર અનેક વિભાગ પાડવામાં આવ્યા છે. જેમ કે, ગણિતાનુગ, વિધિવાદાનુયોગ, થાનુગ વિગેરે. ગણિતાનુયોગમાં પૃથ્વી, આકાશ, જીવ, અજીવ આદિની ગણત્રીની સંપૂર્ણ માહીતી આપવામાં આવી છે; વિધિવાદાનુગમાં જૈન મુનિએ તથા જૈન ગૃહસ્થ કેવા કેવા આચારેનું પાલન કરવું જોઈએ હેન વિરતૃત વર્ણન કરવામાં આવ્યું છે. અને કથાનુગમાં વિધિવાદાનુયાગનાં પુસ્તકમાં વર્ણવેલા આચારે, એ મહાત્માઓએ કેવી રીતે પાલન કરી. પિતાનું આત્મશ્રેય સાધ્યું તે ફુટ રીતે દર્શાવવામાં આવ્યું છે. આ ઋષિમંડલવૃત્તિ પણ કથાનુયોગમાં જતું પુસ્તક છે. અસલ જે ચાર અનુગ કહેવાય છે તે આ છે૧ દ્રવ્યાનુયેગ, ૨ ગણિતાનુયોગ. ૩ ચરણ કરણાનુગ ને ૪ કથાનુયોગ.
આજે આપણે ઘણે સ્થળેથી સાંભળીએ છીએ કે આપણું ઉગતા યુવાને યુવાવસ્થામાં પ્રવિષ્ટ થતાં પહેલાંથી બદચાલના બની જાય છે, ત્યેનું કારણ, હેમને આપવામાં આવતું કુત્સિત વાંચન છે. આજ કાલ લેકમાં વાર્તાનો શોખ વધત જાય છે અને બિભત્સ શબ્દ તથા ભાવાળી વેલને પ્રચાર વધતો જાય છે. એવા સમયે આવાં કથાનકે પ્રકાશમાં લાવવાથી વિશેષ લાભ થવાની સંભાવના છે. વાંચન એ એક પ્રકારનો ખોરાક છે. જહેમ શરીરને આહારની આવશ્યક્તા અનિવાર્ય છે તેમ માનસિક પરિશ્રમ પછી વાંચનની આવશ્યકતા અનિવાર્ય છે. શરીરમાં મેલે અસ્વસ્થ આહાર જાય તે તે શરીરને બગાડે છે. તેવી જ રીતે મનના ખોરાક રૂષ વાંચન જે મેલું હોય તો તે મનની નિર્મળતામાં વિઘાતક નીવડે છે.
જેનોને કથાનુયોગ વિભાગ સર્વોત્કૃષ્ટ ગણાય છે. આનું કારણ એ છે કે એની કેઈપણ કથા યા ચરિત્ર એવું નથી કે જેથી વાંચકના હદય ઉપર ખરાબ અસર કરે. ઉપરાન્ત વિશેષતા એ છે કે, એ સાહિત્ય કથાના ન્હાને ધર્મને ઉપદેશ આપી રહ્યું છે. વાંચકની ધર્મશ્રદ્ધાને તે સચેટ કરે છે. આથી આ ગ્રંથ આજની પરિ.