SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭૨) શ્રીષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ, વજસ્વામીએ દયાથી જે યુવકને ત્યજી દઈ અનશન સ્વીકાર્યું, ઉત્તમ એવા તે ક્ષુલ્લકે પણ તુરત અનશન લઈ પોતાના આત્માને સાથે. जस्सय सरीरपूअं जं कासि रहेहिं लोगपालाओ ॥ तेण रहावत्तगिरी, अज्झवि सुविस्सओजाओ ॥ १९८॥ જે યુદ્ધકના શરીરની પૂજા રથ ઉપર બેઠેલા લોકપાલાઓ કરી, કે જેથી તે પર્વત “રથાવર્તગિરિ” એવા નામે આજ સુધી લેક પ્રસિદ્ધ થયેલ છે. सोपारयंमि नयरमि-वयरसाहाविणग्गाया जत्तो॥ __सिरि वइरसामि सीस, तं वंदे वइरसेनरिसिं ॥१९९॥ શ્રીવાસ્વામીએ પોતાના શિષ્ય વાસેનસૂરિને મહા દુર્મિક્ષ કાલમાં સાધુના બીજને ઉદ્ધાર કરવા માટે સેપારક નગરમાં મેકલી દીધે, કે જે વજસેનથી વાસ્વામીની એક શાખા ઉત્પન્ન થઈ. તે શ્રીવાસ્વામીના શિષ્ય વજસેન સૂરિને હું વંદના કરું છું. * 'श्रीवज्रस्वामी' नामना अंतिम दशपूर्वधरनी कथा *માલવદેશના આભૂષણ રૂપ તુંબવન નામના ગામને વિષે ધનવંત એવા ધનગિરિએ પિતાની સુનંદા નામની ગર્ભિણી સ્ત્રીને ત્યજી દઈ દીક્ષા લીધી. સુનંદાએ અવસરે પુત્રને જન્મ આપ્યું. તે વખતે પુત્રે સુનંદાના મુખ થકી પિતાના પિતાની દીક્ષાની વાત સાંભલી. તેથી તે પુત્રને તુરત જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી તે બાલક પિતાની માતાને ઉદ્વેગ પમાડવા માટે નિરંતર રેવા લાગે, તે એમ ધારીને કે “ મહારા રેવાથી ઉદ્વેગ પામેલી હારી માતા મને ત્યજી દેશે.” અનુક્રમે તે બાલક જેટલામાં છ માસને થયે તેટલામાં ધનગિરિ વિગેરે બહ સાધુએના પરિવાર સહિત ઉત્તમ યુક્તિના જાણ એવા શ્રી સિંહગિરિ ગુરૂ તે તુંબવન નામના ગામ પ્રત્યે આવ્યા. પછી ધનગિરિ મુનિ, ભિક્ષા લેવા માટે ગામમાં જવા તૈયાર થયા, એટલે તેમને ગુરૂએ કહ્યું કે “આજે તમને સચિત્ત અથવા અચિત્ત જે કાંઈ મલે તે તમારે લેવું.” પછી ધનગિરિ મુનિ, ભિક્ષા માટે ગામમાં ફરતા ફરતા સુનંદાના ઘર પ્રત્યે આવ્યા. તે વખતે પુત્રથી ઉગ પામેલી સુનંદાએ કહ્યું કે “હે સાધુશિરોમણિ ! તમે આ પુત્રને લઈ જાઓ.” ધનગિરિ મુનિએ તુરત તે પુત્રને લઈ ઝેળીમાં નાખી, સુનંદાના ઘરથી બહાર નિકલી, ગુરૂ પાસે આવી અને ગુરૂના હાથમાં મૂક્યું. બાળકને હાથમાં મૂકતાંજ ગુરૂને હાથ નમી ગયે તેથી “આ વજા સમાન ભારવાલ છે ” એમ કહી હર્ષિત ચિત્તવાલા ગુરૂએ તે બાલકનું વજ એવું નામ પાડયું. મહાસતીના ઉપાશ્રયમાં શ્રાવિકાઓ વડે પાલન કરાતે તે બાલક પારણામાં રહ્યો તે અગીયાર અંગ ભર્યો. જેને માટે કહ્યું છે કે
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy