SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષિમહલવૃત્તિ-ઉત્તરાદ્ધ * श्री भद्रबाहुस्वामीना चार शिष्योनी कथा. 38 રાજગૃહ નગરને વિષે વય, તેજ અને લક્ષ્મીથી સમાન અને પરસ્પર પ્રીતિવાળા ચાર વણિક પુત્રો રહેતા હતા. તેઓએ શ્રી ભદ્રબાહુ ગુરૂ પાસે ધર્મ સાંભળી દીક્ષા લીધી. ગુરૂની ઉપાસનાથી તે ચારે જણા અનુક્રમે ગીતા થયા. મમતારહિત, અહંકાર વિનાના, સતાષવાળા અને ક્ષમાને ધારણ કરનારા તે ચારે મુનિએ ગુરૂની આજ્ઞાથી એકલવિહારી થયા. ૩૬૦ ) એકદા પ્રસિદ્ધ એવા તે મુનિએ પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા ક્રી રાજગૃહ નગર પ્રત્યે આવ્યા. આ વખતે નિજ્ય જનાને દુ:ખદાયી શીતકાલ (શીયાળા) ચાલતા હતા. દિવસના ત્રીજા પ્રહરને વિષે ભિક્ષા લઇને પાછા કેલા તે ચારે મુનિએ નગરથી જુદા જુદા વૈભાર પર્વત ઉપર જવા લાગ્યા. તેમાં પહેલાને પની ગુફાના બારણા પાસે, બીજાને નગરના ઉદ્યાનમાં, ત્રીજાને તેની નજીકમાં અને ચા થાને નગરના સમીપે. એમ અનુક્રમે ચારે જણાને ચાથા પ્રહર થયા પછી દિવસના ત્રીજા પ્રહરને વિષે ભિક્ષા માટે જવું જોઈએ. એમ વિચારી તે ચારે મુનિએ પોત પોતાને સ્થાનકે કાર્યોત્સર્ગ કરી ઉભા રહ્યા. તેમાં જે પર્વતની ગુફાના ખારણા - ગળ ઉભા હતા તેને બહુ ટાઢ લાગતી હતી, જે ઉદ્યાનમાં હતા, તેને તેનાથી કાંઈ આછી લાગતી હતી, ઉદ્યાનની સમીપે રહેનારને તેથી કાંઈ ઓછી લાગતી હતી અને જે નગરની સમીપે હતા તેને તે નગરને ગરમાવા લાગતા હતા, તે ચારે મુનિએ ટાઢથી પીડા પામી પેલા, ખીજા, ત્રીજા અને ચાથા પહેારમાં અનુક્રમે મૃત્યુ પામી સ્વર્ગ પ્રત્યે ગયા. ઘાર પરીષહને સહન કરનારા તે ભદ્રમાડુ ગુરૂના ચારે શિખ્યાને હું ત્રણે કાળે નમસ્કાર કરૂંછું. श्री भद्रबाहुस्वामीना चार शिष्योनी कथा संपूर्ण. जिणकप्प करी कम्मं जो कासी जस्स संथवमकासी ॥ सिद्धिवरंमि सुहात्थी तं अज्जमहागिरिं वंदे ॥ १७६ ॥ જેમણે જિન કની તુલના કરી અને જેમણે શ્રેષ્ઠીના ઘરને વિષે સ્નાત્ર રચ્યું. कोसंबीए जेणं, दुमगो पव्वाविओ अज्ज जाओ || उज्जेणीए संप, राया सो नंदउ सुहत्थी ॥ १७७ ॥ જેમણે કાંશાળી નગરીમાં દ્રમક શિક્ષાચરને દીક્ષા લેવરાવી કે જે દ્રમક હમણાં ઉજ્જયિની નગરીને વિષે રજા થયા છે. તે શ્રી આર્ય સુહસ્તિ મુનિ આન ંદવતા વી. सोऊण गणिज्जंतं सुहत्थिणा नलिगगुम्ममज्झयणं ॥ तक्कालं पब्वइओ चइत भज्जाओ बत्तीसं ॥ १७८ ॥
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy