________________
AAAAAAAAAAAAAA
(૩ર)
શ્રીત્રષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ, તું સુસ્થિત થા. તે પ્રતિ દિવસે મહારા પગ નીચેથી એક એક સોના મહોર લઈ લેજે.” પછી તે બુદ્ધિ સ્થવિરા હંમેશાં યક્ષના ચરણકમલ નીચેથી એક એક સેના મહોર લેતી છતી મહા સમૃદ્ધિવાળી થઈ ગઈ. બુદ્ધિને મહા સમૃદ્ધિવાળી જોઈ જેને મત્સર ઉત્પન્ન થયે છે એવી સિદ્ધિ સ્થવિરા મનમાં વિચાર કરવા લાગી કે
આને આવી બહુ સમૃદ્ધિ કયાંથી પ્રાપ્ત થઈ? ઠીક છે ! ચાલ હું તેની વિશ્વાસના પાત્રરૂપ સખી છું, તેથી તેને સેંકડો મિષ્ટ વચનથી તે વાત પૂછી જોઉં!” બુદ્ધિવાળી સિદ્ધિ આ પ્રમાણે વિચાર કરી બુદ્ધિને ઘેર ગઈ. બુદ્ધિએ પણ “ તું હારી પ્રિય સખી છું.” એમ કહી તેને બહુ સત્કાર કર્યો. પછી સિદ્ધિએ પૂછયું
હે બહેન તને આવી અણચિંતવી લક્ષમી કયાંથી મળી? હારી આવી સંપત્તિને જોઈ હું અનુમાન કરું છું કે નિચે તને ચિંતામણ પ્રાપ્ત થયું છે. બહેન! શું તને તે કાંઈ રાજાને પ્રસાદ મલ્યા કે કઈ દેવ પ્રસન્ન થયે? અથવા ક્યાંથી નિધાન મળ્યું કે કાંઈ રસાયન સાધ્યું? સખી! તું ત્રાદ્ધિવંત થઈ તેથી હું પણ મને પિતાને અદ્ધિવંત થએલી માનું છું. આજે મહારે દારિદ્ર રૂપ દાવાનળ શાંત થઈ ગયે. આપણુ બન્નેને દેહમાં પણ અંતર નથી અર્થાત્ તું તે હું અને હું તે તું છું. માટે હે બુદ્ધિ ! તને આ સમૃદ્ધિ કયાંથી મળી ?”
પછી તેના મનને આશય નહિ જાણી શકવાથી બુદ્ધિએ પોતે કરેલી યક્ષની આરાધના અને તેથી પ્રાપ્ત થએલી સંપદા વિગેરે સર્વ યથાર્થ વાત કહી દીધી. તે સાંભળી સિદ્ધિ વિચારવા લાગી. “અહે સારું થયું, સારૂ થયું! મને પણ લક્ષ્મી મેળવવાને અક્ષય સુખકારી ઉપાય મલ્યા. હવે હું પણ યક્ષને તેનાથી વિશેષ ભક્તિવડે આરાધું કે જેથી મને તેનાથી વિશેષ સંપત્તિ પ્રાપ્ત થાય.”
પછી બુદ્ધિએ કહેલી વિધિ પ્રમાણે સિદ્ધિએ પિતાના અર્થની સિદ્ધિને માટે નિરંતર હેટી ભક્તિથી યક્ષની આરાધના કરવા માંડી. તેણે વિવિધ પ્રકારની ભક્તિથી મંદિરના પગથીયાને તથા મંદિરને ખડીથી ચિત્ર કાઢીને શણગાર્યું. સિદ્ધિ હંમેશાં યક્ષ મંદિરના આંગણાને સાથીયા વિગેરે ચિત્રથી શેલાવવા લાગી. તેમજ ભક્તિથી વિવિધ પ્રકારના ઉત્સવ કરવા લાગી. જાણે ઉપાસના કરવાનો નિયમ લીધે હાયની? એમ સિદ્ધિ પોતે પાણી લાવીને યક્ષને ત્રણે કાળ સ્નાન કરાવી ચંદન, તુળસી, કરેણ પુષ્પ અને બિલી વિગેરેથી પૂજા કરવા લાગી.
આ પ્રમાણે બહુ ભક્તિ કરવાથી પ્રસન્ન થએલા યક્ષે તેને આ પ્રમાણે કહ્યું. હે સિદ્ધિ! હું પ્રસન્ન થયે છું માટે ત્યારે જે ઈચ્છા હોય તે માગ.” સિદ્ધિઓ અક્ષય સંપત્તિવાળા યક્ષને કહ્યું. “તમે હારી સખીને જે આપ્યું હોય તેનાથી મને બમણું આપ.” ભેલક યક્ષ “એમ થશે. એમ કહી અંતરધ્યાન થઈ ગયા. પછી સિદ્ધિ અનુક્રમે બુદ્ધિથી અધિક વૈભવવાળી થઈ. સિદ્ધિની અધિક લમી જોઈ બુદ્ધિને ઈર્ષા થઈ તેથી તેણે યક્ષને ફરી આરાધ્યું. યક્ષે તેને સિદ્ધિથી વધારે