SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦૬) શ્રીષિમડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ, અન્યદા ગંગા નદીના તીરે નેતરના વૃક્ષો ઉપર ફરતા એવા તે જેડલા મહેલે વાનર, કુદકે મારવા જતાં ભૂલી જવાથી પૃથ્વી ઉપર પડી ગયા. નીચે મહા પ્રભાવવાળું તીર્થ હતું તેથી તીર્થ પ્રભાવને લીધે વાનર પડતા વારમાંજ દેવતા સમાન રૂપ કાંતિવાળે પુરૂષ બની ગયે. વાનરને મનુષ્યનું રૂપ પામેલો જોઈ વાનરીએ પણ દેવાંગના સમાન રૂપ સંપત્તિ પામવાની ઈચ્છાથી તે જ વખતે ત્યાં ઝપાપાત કર્યો, તેથી તે પણ દેવાંગના સમાન કાંતિવાળી સ્ત્રી થઈ, ને તુરત નવીન પ્રેમથી પિતાના પતિને ભેટી પડી. પછી રાત્રી અને ચંદ્રની પેઠે પરસ્પર સાથે રહે નારા તે દંપતી, પ્રથમની (વાનર અને વાનરીની) પેઠે વિલાસ કરવા લાગ્યા. અન્યદા વાનર કે જે પુરૂષ થયે હતોતેણે વાનરી કે જે મનુષ્યરૂપે પિતાની પ્રિયા હતી તેને કહ્યું. “આપણે જેવી રીતે મનુષ્ય જાતિ પામ્યા તેવી રીતે ચાલે પાછા ત્યાં જઈને દેવતાઓ થઈએ. ” સ્ત્રીએ કહ્યું. “ હે નાથ ! આવો બહુ લોભ કરે રહેવા દે. આપણે આ મનુષ્ય રૂપમાંજ વિષયસુખ ભોગવશું વળી આપણે મનુષ્યપણામાં દેવતાથી પણ અધિક સુખ છે. આપણે અહીં વિયેગ પામ્યા શિવાય નિર્વિઘપણે નિરંતર રહીએ છીએ.” આ પ્રમાણે સ્ત્રીએ બહુ વાર્યો છતાં મનુષ્યરૂપ પામેલા વાનરે ત્યાં જઈ પૂર્વની પેઠે ઉંચા નેતરના વૃક્ષ ઉપર ચડી ઝપાપાત કર્યો. - હવે તે તીર્થને પ્રભાવ એવો હતો કે ઝુંપાપાત કરીને મનુષ્ય થએલે કે પણ તીર્થંચ અથવા દેવતા થએલે કે ઈપણ માણસ ફરીથી ઝુંપાપાત કરે તે તે પોતાના પૂર્વ સ્વરૂપને પામે. વાનરરૂપ માણસે દેવ થવાની ઈચ્છાથી ફરીથી ઝુંપાપાત કર્યો તેથી તે દેવપણું ન પામતાં ફરી વાનર થયા. પછી પુષ્ટ સ્તનવાળી, વિશાળ નેત્રવાળી, શંખ સમાન કંઠવાળી, સૂક્ષમ ઉદરવાળી, પૂર્ણચંદ્ર સમાન મુખવાળી, કમલપત્ર સમાન હાથ પગની અંગુલીઓવાળી, ગંગાની મૃત્તિકા વડે કરેલા તિલકવાલી, વેલથી બાંધેલા કેશવાલી, કેતકી પુષ્પની વેણીવાળી, તાલપત્રના કુંડલવાળી, કમલનાલના હારવાળી અને મૃગના સરખે નેત્રવાળી તે સ્ત્રીને વનમાં ફરતા એવા રાજપુરૂએ દોડી. તુરત રાજપુએ તે સ્ત્રીને લઈ જઈ રાજાને અર્પણ કરી. ભૂપતિએ પણ તે સરલ હદયવાળી સ્ત્રીને પિતાની પટ્ટરાણું બનાવી. પેલા વાનરને પણ વનમાં આવેલા મદારી લેકે પકડીને લઈ ગયા અને તેઓએ તેને પુત્રની પેઠે નાના પ્રકારનું નૃત્ય શીખવ્યું. પછી કોઈ એક દિવસે તે મદારી લેકેએ રાજાની પાસે જઈ નટની સાથે વાંદરાને નચાવવા રૂપ નાટક કર્યું. આ વખતે વાનરાએ રાજાની સાથે અર્ધા આસન ઉપર બેઠેલી તે પિતાની પ્રિયાને જે પિતાના સાત્વિક અભિનયને પ્રગટ કરતાં છતાં અશ્રપાતયુક્ત રૂદન કર્યું. તે ઉપરથી રાણીએ તેને કહ્યું “હે વાનર ! તું પિતાનું કરેલું કર્મ નિત્ય ભેગવ અને નેતર વૃક્ષ ઉપરથી કરેલા પિતાના ઝુંપાપાતને સંભાર નહીં.
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy