SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ (ર૯૬) શ્રીહષિમલ વૃત્તિ-ઉત્તરાદ્ધ પકડવા માટે ત્યાં આવી પહોંચ્યો. પછી પેલે ભાગ્યહીન પુરૂષ વડની નીચે દ્રષ્ટિથી જેવા લાગ્યો તે તેણે ગળવાની ઈચ્છાથી મુખ ફાડી રહેલા એક ભયંકર અજગરને દીઠે. એટલું જ નહિ પણ જાણે પ્રાણને હરણ કરનારા યમરાજના અતિ ભયંકર બાણે હાયની? એવા ચાર દિશાએ રહેલા ચાર સપ તેના જેવામાં આવ્યા. દુષ્ટ આશયવાળા તે ચારે સર્પો ધમણના સરખા પિતાના મુખે કરીને કુંફાડા કરતા તે પુરૂષને દંશવા માટે ઉંચું જોઈ રહ્યા હતા. કાળે અને ઘેળો એમ બે ઉંદરડા પિતાના દાંતરૂપ કરવતવડે કરીને તેજ વડશાખાને કાપવા માટે મહા પ્રયાસ કરતા હતા. પિલે મદેન્મત્ત હતી પણ તે પુરૂષને નહિ પહોંચી શકવાથી બહુ રોષ કરતે સુંઢવડે તે વડશાખાને તાડન કરતો હતો. હસ્તીએ વડશાખાને બહુ કંપાવા માંડી તેથી તે ઉપર રહેલી મધમાખીઓ પિતાના તીક્ષણ મુખથી પેલાં પુરૂષના સર્વ અંગે દંશ દેતી હતી પછી માખીઓ જેના સર્વ અંગને વિષે દંશ દેતી હતી અને તેથી જેને બહુ પીડા થતી હતી એ તે પુરૂષ કૂવાથી બહાર નીકળવા માટે બહુ ઉત્સાહ ધરતા હતા. આવા ભયંકર દુઃખમાં રહ્યા છતાં આકાશમાંથી પડતા જળ બિંદુની પેઠે વડવૃક્ષ ઉપર રહેલા મધપુડામાંથી વારંવાર મધનું ટીપું પેલા પુરૂષના કપાળને વિષે પડતું હતું તે મધ ત્યાંથી ઉતરીને તેના મુખમાં જતું હતું, તેને ચાખીને પેલે પુરૂષ બહુ મોટું સુખ માનતે હતો.” જંબકમાર પ્રભવને કહે છે કે “હે પ્રભવ! તું એ દ્રષ્ટાંતના સ્પષ્ટાર્થને સાંભળ. જે પુરૂષ કહ્યો છે તે સંસારી જીવ જાણ. જે અટવી કહી, તે સંસાર સમજે. હસ્તી તે મૃત્યુ અને કુવો તે મનુષ્ય જન્મ જાણવો. વળી જે અજગર કહ્યો તે પ્રગટ વેદનાવાલું નરક જે ચાર દિશાએ ચાર સર્પ કહ્યા તે ક્રોધાદિ ( ક્રોધ, માન, માયા અને લેભ) ચાર કષાય જાણવા જે વટવૃક્ષની શાખા તે આયુષ્ય, જે વેત અને કૃણ ઉંદર તે આયુષ્યને છેદનારા શુક્લ અને કૃષ્ણ પક્ષ જાણવા જે મધમાબીએ તે રેગ અને જે મધનું ટીપું કહ્યું તે ક્ષણિક એવું વિષયસુખ જાણવું. હે સિખે! સંસારથી ભય પામનાર કર્યો ઉત્તમ બુદ્ધિવાળો માણસ આવા તુચ્છ વિષય સુખને વિષે આસક્તિ પામે? અર્થાત્ કેઈ ન પામે. હે મિત્ર! હવે જે કદી તે દેવથી દુઃખી થએલા પુરૂષને કઇ વિદ્યાધર કે દેવ ઉદ્ધાર કરે છે તે પુરૂષ શું ઇછે?” પ્રભવે કહ્યું. આપત્તિરૂપ સમુદ્રને વિષે બુડતે એ કે પુરૂષ તે સર્વ પ્રકારના ઉપકાર કરનારા ઉત્તમ પુરૂષને ન ઈચ્છે?” જંબુકમારે કહ્યું. “હે સખે!. ત્યારે ગણુધીશ્વર સમાન તારનાર મલ્યા છતા હું સંસારરૂપ સમુદ્રમાં શા માટે ડબું?” પ્રભવે કહ્યું “હે બંધ ! હારા માતા પિતા બહુ નેહવાલા છે, સ્ત્રીઓ અનુરક્ત છે છતાં કઠેર એ તું તેને કેમ ત્યજી દે છે? જંબુમારે કહ્યું. છે અહો! બંધુના નિધિને વિષે બંધુ કેણ છે? કારણ પ્રાણુ કરદત્તની પેઠે. પિતાના કર્મથી જ બંધાય છે. સાંભળ કુબેરદત્તનું દ્રષ્ટાંતા
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy