________________
શ્રીધન્યકુમાર તથા શ્રીશાલિભદ્ર નામના મહર્ષિ આની કથા. (૨૭૭)
ને એલખ્યા નહીં કારણુ મહિષૅ એ કાનાથી લખી શકાય ? માતા ભદ્રા તા શાલિભદ્રને, ધન્યકુમારને તથા જિનેશ્વરને વંદના કરવા જવાના ઉત્સાહમાં હતાં તેથી તેમણે પોતાને ત્યાંજ આવેલા તે અન્ને મુનિઓને દીઠા છતાં એલખ્યા નહીં પછી ગુપ્તિવંત અને સમતાધારી તેમજ નિરહંકારી તે બન્ને મુનિએ ક્ષણુમાત્ર ઉભા રહી ત્યાંથી બહાર નિકલી દરવાજાથી મહાર નિકલતા હતા એટલામાં શાલિબદ્રની પૂર્વભવની માતા ધન્યા કે જે દહિં વેચવા માટે નગરમાં આવતી હતી તેણે અન્ને મુનિને દીઠા તુરતજ ઝરતા સ્તનવાલી તે માતા પોતાના પૂર્વભવના પુત્રને જોતી છતી અને તેથીજ પોતાના આત્માને ધન્ય માનતી છતી તેણીએ પાસે જઇ તે બન્ને મુનિઓને દહિં વહેારાખ્યું, પછી શાલિભદ્ર, પ્રભુ પાસે જઇ વિધિ પ્રમાણે આલેાચના લઇ પૂછવા લાગ્યા કે “ હું પ્રભા ? આપે કહ્યુ હતું તે છતાં આજે મ્હારૂં પારણું માતાને હાથે કેમ ન થયું ? ” શાલિભદ્રનાં આવાં વચન સાંભલી શ્રી વીરપ્રભુએ ભદ્ર એવા શાલિભદ્રના પૂર્વ જન્મનું સવિસ્તર ચરિત્ર સભામાં કહી સંભ લાગ્યું. પછી તે અન્ને મુનિ વિધિ પૂર્વક દહિંનું પારણું કરી સંસારના વિરાગથી શ્રી જિનેશ્વરની રજા લઈ વૈભાર પર્વતના શિખર ઉપર ગયા. ત્યાં તે અન્ને મુનિઆએ પડીલેહણ કરેલી શિલા ઉપર બેસી પાદાપગમ નામનું અનશન કર્યું.
"
હુંવે અહી' એમ બન્યું કે સરલ મનવાલી ભદ્રા બહુ ભકિતને ધારણ કરતી છતી શ્રી શ્રેણિક રાજાની સાથે શ્રી વીરપ્રભુ પાસે આવીને પૂછવા લાગી કે “ હું વિભા ? વંદના કરવા ચેાગ્ય ધન્ય અને શાલિભદ્ર એ અને મુનિઓ અમારા ઘરને વિષે અમને સ ંતાષ પમાડવા માટે કેમ ન આવ્યા ? ” પ્રભુએ કહ્યું, “ તે અને મુનિઓ તમારા ઘરને વિષે આવ્યા હતા પણ અહીં આવવાના ઉત્સાહવત એવા તમે તે દુલ શરીરવાલા મુનિઓને એલખ્યા નહી. શાલિભદ્રની પૂર્વ જન્મની માતા ધન્યા ગોવાલણી કે જે હિં વેચવા માટે ઉતાવલી ઉતાવલી નગરમાં આવતી હતી તેણીએ નગરમાંથી બહાર આવતા એવા તે બન્ને મુનિઓને દહિં વડે પ્રતિલાભ્યા છે. દહિંથી પારણું કરીને તે અન્ને મુનિઓએ મુકિતનગરીમાં જવાના પ્રસ્થાનની પેઠે વૈભાર પર્વત ઉપર જઈ અનશન લીધું છે. ”
પછી ભદ્રાયે શ્રેણિકરાજા સહિત વૈભાર પર્વત ઉપર જઈ ભૂમિમાં ખાડેલા ખીલાની પેઠે નિશ્ચલ અગવાલા તે અન્ને મુનિઓને જોયા. મહા સત્ત્વધારી એવાય પણ તે મુનિઓના બહુ ઉત્કૃષ્ટ કષ્ટને જોઈ સરલ હૃદયવાલી અને દયાલુ એવી ભદ્રા બહુ ખેદ પામી. ઝરણાની પેઠે બહુ શાકના આંસુને વરસાવતી ભદ્રા પેાતાના રૂદનના શબ્દથી જાણે વૈભાર પર્વતને રાવરાવતી હેાયની ? એમ રાવા લાગી અને ત્યાં બેઠેલી તે ભદ્રા પોતાના પુત્રના આગળના સુખને વારવાર સ્મરણ કરતી તેમજ આવા ઉગ્ર તપને જોતી હતી આ પ્રમાણે બહુ વિલાપ કરવા લાગી,