________________
મા સર્વાનુભૂતિ, શ્રી સુનક્ષત્ર અને સિંહ નામના યુનિ પગની કથા (૨) તે ચેષ્ટાને છાની રાખવા માટે ફરી પુલને કહ્યું. “જે આ આપણુ ગુરૂ હાથ જોડી ગાયન કરે છે, વળી હાથમાં પાત્ર ધરી હસતા છતાં નૃત્ય કરે છે તે પિતાની મુક્તિ પ્રાપ્તિનાં ચિન્હ છે અને તેથી જ તે જેમ તેમ બોલે છે જે આ છેવટનું ગાયન, હાથ જેડી નૃત્યનું કર્મ, વિલેપાદિ તથા મદ્યપાન વળી એ વિના જે કાંઈ બીજું છે તે સર્વ મેક્ષ પ્રાપ્તિનાં ચિન્હ છે માટે તું એ શાળા રૂપ વીશમાં જિનેશ્વરની પાસે જઈ પિતાને સંશય પૂછ કારણ તે હારા સર્વજ્ઞ એવા ગુરૂ છે.”
આ પ્રમાણે સાધુઓએ કહ્યું, એટલે પુલ જેટલામાં પિતાના સંશ પૂછવા માટે ગોશાળા પાસે જવાની તૈયારી કરી તેટલામાં તે સાધુઓએ આગલથી ગોશાળા પાસે જઈ પુલના આગમન અને સંશયની વાત ગુપ્ત રીતે કહી દીધી પછી ગોશાળે મઘ પાત્ર સંતાડી દેવરાવવા પૂર્વક આસન ઉપર બેઠે એટલામાં પુલ ત્યાં આવ્યું. પુલ આસન ઉપર બેઠે એટલે તુરત ગે શાળાએ તેને કહ્યું કે “હે પુલ ! તૃણગોપાલિકા કેવા આકારની છે. એ હાર સંશય છે સાંભલ, વંશીના મૂલ સમાન આકારવાલી તૃણગપાલિકા છે. એમ ત્યારે જાણવું.” ગોશાળાનાં આવાં વચન સાંભલી હર્ષ પામેલ પુલ પિતાના આશ્રમ પ્રત્યે ગયે.
પછી જ્યારે શાળો સ્વસ્થપણું પાપે ત્યારે પિતાને અંતકાલ સમીપે આ જાણી તેણે પિતાના શિષ્યને બોલાવી આદરથી આ પ્રમાણે કહ્યું “હું મૃત્યુ પામું ત્યારે મહારા શરીરને સુગંધી જલથી ન્યુવરાવી તેમજ સુગધી ચંદનથી લેપ કરી ઉત્તમલવડે આચ્છાદિત કરવું. વલી દિવ્ય આભૂષણેથી સુશોભિત બનાવી અને પછી હજારે માણસેએ ઉપાડેલી શિબિકામાં બેસારી તે હારા શરીરને મોટા ઉત્સવથી બહાર કાઢવું. આ વખતે તમારે સર્વ નગરમાં એવી ઉદ્ઘોષણા કરવી કે આ અવસર્પિણીને વિષે એવી શમા જિનેશ્વર ગૌશાળે મોક્ષનગરે ગયા.” ગોશાળાના કહેવા પ્રમાણે તેના શિષ્યોએ અંગીકાર કર્યું પછી મેંશાળાને સાતમે દિવસે શુદ્ધ સ્વભાવ ઉત્પન્ન થયે, તેથી તે પસ્તા કરતે છતે વિચાર કરવા લાગ્યું કે
અહ? પાપી અને દુર્મતિ એવા મેં પિતાના ધર્મગુરૂ શ્રી વીરજિનેશ્વરને ત્રણ પ્રકારે અત્યંત અશાતા કરી છે. તેમજ હું પોતે સર્વજ્ઞ છું એમ સર્વે માણસેની આગલ કહી મેં સત્યના આભાસવાળા બેટા ઉપદેશથી લેકેને છેતર્યા છે. વલી ધિક્કાર છે મને કે જે મેં ગુરૂને ગ્રહણ કરવા ગ્ય બે મોટા મુનિને તેને લેશ્યાથી દગ્ધ કર્યા અરે એટલું જ નહીં પણ મેં પિતાને દગ્ધ કરનારી તેજેતેશ્યા પણ પ્રભુ ઉપર મૂકી અહો ! મેં થોડા દિવસને માટે આવું નરકાદિ મહાદુઃખના કુવામાં પડવાના કારણરૂપ અકૃત્ય શા માટે કર્યું? અરે મેં નરકની ખાઈમાં કેવલ પિતાના આત્માને જ પાડે એમ નથી પણ અસત્ માર્ગના ઉપદેશથી આ સર્વે લેકેને નરકાદિ ખાઈમાં નાખ્યા છે તે પણ તે લેકે કુમાર્ગ પ્રત્યે ન જાઓ”