SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીહુલ અને શ્રીવિહલ' નામના મુનિવરોની કથા. ** 66 (૨૫૫ ) પામીને કઈ ગતિએ જાય છે ? ” પ્રભુએ કહ્યું, તેવા પુરૂષો મૃત્યુ પામીને સાતમી નરકે જાય છે. ” કણિકે ફરી પૂછ્યું “ હું સ્વામિન્! હું કઈ ગતિ પામીશ ? ” શ્રી વીરપ્રભુએ કહ્યું. “તું છઠ્ઠી નરકે જઈશ. ” કૃણિકે કહ્યું. “ હે ઈશ ! હું સાતમી નરકે શા માટે નહિ જાઉં ” પ્રભુએ કહ્યું. “ તું ચક્રવર્તિ નથી. ”ણિકે ચક્રવતી કેમ નથી ? મ્હારી સ`પત્તિ તેા ચક્રવતી સમાન છે. ” પ્રભુએ કહ્યું, રાજન ! હારી પાસે ચૈાદ રત્ન નથી, એક રત્ન વિના પણ ચક્રવર્તિનું નામ દુર્ઘટ છે. ” પ્રભુનાં આવાં વચન સાંભળી ગના પર્યંત સમાન કણક રાજાએ લેહમય એકેન્દ્રિય રત્ના ખનાવ્યા. વળી વૃથા મનેરથ કરનારા તે દુમુિદ્ધિવાળા રાજાએ પેાતાની પદ્માવતી પ્રિયાને સ્રીરત્ન મનાવી, ગજાદિકને ખીજા રત્નરૂપ બનાવ્યા. પછી મહાપરાક્રમવાળા તે ભરત ક્ષેત્રને સાધતા છતા અનુક્રમે વૈતાઢય પર્યંતની જગજયી તમિશ્રા ગુફા પાસે આવી પહોંચ્યો. પછી દેવથી દૂષિત થએલા અને આત્માને નહિ જાણનારા કણિકે પેાતાના દડરત્નવડે ગુફાના ખારાના કમાડને ત્રણવાર પ્રહાર કર્યા. આ અવસરે ગુફાના દ્વારનું રક્ષણ કરનાર કૃતમાલ દેવે કહ્યું કે “ અરે મરવાની ઈચ્છા કરનારા અને આત્માને નહિ જાણુનાશ કયા પુરૂષ આ ગુફાના દ્વારના કમાડને તાડન કરે છે ? ” ચંપાપતિએ કહ્યું. “ વિજય કરવાની ઈચ્છાથી અહીં આવેલા મને તું શું નથી જાણતા ? હું' અશેકચંદ્ર નામે ઉત્તમ ત્રુદ્ધિવાળા ચક્રવર્તિ ઉત્પન્ન થયા છું. ” કૃતમાલ દેવતાએ કહ્યું. “ ચક્રવૃતિઓ તે ખારજ હાથ છે. તું નહિ પ્રાર્થના કરવા ચેાગ્ય વસ્તુની પ્રાર્થના કરે છે તા હવે તેમ નહિ કરતા પ્રતિોષ પામ અને હારૂં કલ્યાણ થાઓ. કણિકે કહ્યું. “ પુણ્યથી પુષ્ટ એવા હું આ લાકમાં તેરમાં ચક્રવર્તિ થયા છું. કારણ પુણ્યથી શું નથી પ્રાપ્ત થતું અર્થાત્ સર્વ વસ્તુ મળે છે. હે કૃતમાલ ! તું મ્હારા ભુજામલને જાણતા નથી, માટે આ ગુફાના ખારણાને ઉઘાડ નહિ તે નિશ્ચે તું મૃત્યુ પામીશ. ” આ પ્રમાણે જાણે શરીરમાં ભૂત ભરાયું હાયની ? એમ જેમ તેમ ખેલતા એવા કૂણિકને કૃતમાલદેવતાએ ક્રોધથી ક્ષણમાત્રનાં ભક્ષ્મરૂપ કરી દીધા. ,, આવી રીતે મૃત્યુ પામીને ચંપાનગરીના રાજા કૂણિક છઠ્ઠી નરકે ગયા. નિશ્ચે જિનેશ્વરાનુ વચન કયારે પણ મિથ્યા થતુ નથી. કૂણિક ફક્ત કહેવા માત્ર રહે છતે પ્રધાનાદિ પુરૂષોએ તેના પુત્ર ઉદાયનને રાજ્યાભિષેક કર્યો. પછી નિર્મલ અંતઃકરણવાળા હલ્લ વ્હિલ્લ મુનિએ અતિચાર રહિત દીક્ષા પાળવા લાગ્યા. અગીયાર અંગના ધારણહાર અને સાલ તથા વીશ વર્ષના પર્યાયવાળા એ બન્ને મુનિરાજોએ વિધિથી એક વ પર્યંત સુગુણુ રત્ન નામે તપ કર્યું. ગુણાના ભંડારરૂપ હલ્લ મુનિરાજ સોળ વર્ષ પર્યંત ઉત્તમ રીતે ચારિત્ર પાળી જયંત નામના અનુત્તર દેવલાકમાં ગયા. અને હિલ્લ મુનિરાજ વીસ વર્ષ ઉત્તમ ચારિત્ર પાળી અપરાજિત વિમાન પ્રત્યે ગયા તે અન્ને મુનિરાજને હું ભકિતથી સ્તવું છું. 'श्रीहल्ल' अने श्रीबिहल्ल नामना मुनिबरोनी कथा संपूर्ण
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy