SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૩૪ ) શ્રીઋષિમ‘ડલ વૃત્તિ–ઉત્તરાદ્ધ લઇ ગયા. ભાયલે ત્યાં શાશ્વતી પ્રતિમાને હર્ષથી વંદન કર્યું એટલે ધરણેન્દ્રે તેને કહ્યું કે “ વરદાન માગ વરદાન માગ. ” ભાયલે કહ્યું, “ નાથ ! જેવી રીતે લેાકમાં મ્હારૂં નામ પ્રસિદ્ધ થાય તેમ કરેા. કારણ મનસ્વી પુરૂષોને એજ સારરૂપ છે. ” નાગરાજે કહ્યું. “ ચડપ્રદ્યોતન રાજા અહીં હારા નામથી દૈવિક નગર વસાવસે. પણ તું શ્રી જિનેશ્વરની અડધી પૂજા કરીને અહિં આવ્યેા છું. માટે કાલે કરીને મિથ્યાદ્રષ્ટિજના તે પ્રતિમાનું ગુપ્ત રીતે પૂજન કરશે. એટલું જ નહિં પણ તે મિથ્યાદ્રષ્ટિએ તે પ્રતિમાને બહાર સ્થાપન કરીને આ ભાયલ નામના આદિત્ય (સૂર્ય) છે. એમ કહેશે અને ભાયલસ્વામી સૂર્ય એવા નામની તે મૂર્તિને પૂજશે. કારણકે સર્વ માણસાએ ઉદ્ઘાષણ કરેલી યુક્તિ પણ નિષ્ફળ નથી થતી. ” ભાયલે કહ્યું. 66 હા હા ! હું પાપી ઢો, હું મહેંદ્ર ! મને ધિક્કાર છે ધિક્કાર છે. આ એક મ્હારૂં ન નિવારી શકાય તેવું અમંગલ થયું. કારણકે દેવાધિદેવની પ્રતિમાને પ્રતિનિધિ અનાવી આદિત્ય એવા મ્હારા નામથી અન્યજને પૂજશે. ” ઇંદ્રે કહ્યુ, “ હું ભાયલ ! તું શાક ન કર. એમાં આપણે શું કરીએ, કારણકે દૂષમ કાળનું આ ચેષ્ટિત બહુ પ્રખલ છે. ” પછી નાગકુમાર દેવતાઓએ તેજ માર્ગ વડે ભાયલને સ્વમના દર્શનની પેઠે તેના પૂર્વ સ્થાનકે પહાંચાડયા. હવે અહિં વીતભય નગરમાં કૃતાર્થ એવા ઉદાયન ભૂપતિ સવારે જિનેશ્વરની પૂજા કરવા જિનપ્રાસાદ પ્રત્યે આન્યા. ત્યાં તેણે પોતાની આગલ કરમાઈ ગએલી પુષ્પમાલાવાળી પ્રતિમા જોઇ વિચાર્યું જે “ આ પ્રતિમા કાઇ બીજી છે. પ્રથમની નથી. કારણ કે તે પ્રતિમા ઉપર સવારે ચડાવેલા પુષ્પા સાંજે પણ જાણે તુરતના ચડાવેલા હાયની ? એવાં દેખાય છે. વલી જાણે સ્તંભ ઉપર કારેલી પુતળી હાય ની ? એમ અહિં નિરંતર રહેતી એવી દેવદત્તા દાસી પણ જાણે મરી ગઇ હાયની એમ દેખાતી નથી. ઉનાલામાં જેમ મારવાડમાં પાણી સુકાઇ જાય તેમ હાથીઓના મદ ગળી ગયા છે માટે અહીં નિશ્ચે અનિલવેગ નામના ગ ધહસ્તિ આવ્યા હાય એમ મને લાગે છે. રાત્રીએ ચારની પેઠે અવંતીના રાજા ચડપ્રદ્યોતન અનિલવેગ નામના હસ્તિની સહાયથી અહીં આવી પ્રતિમાને તથા દેવદત્તાને હરણુ કરી ગયા છે. ” પછી ક્રોધથી ક ંપતા અગવાલા ઉદાયન રાજાએ ચંડપ્રદ્યોતન ઉપર * ચડાઇ કરવા માટે જયપડતુ વગડાવ્યેા. સર્વ સૈન્ય સજ્જ કરી ઉદાયન ભૂપતિએ શુભ દિવસે અતિપ્રચંડ તેજવાલા ચ'ડપ્રદ્યોતન તરફ પ્રયાણ કર્યું. જેમ રૂદ્રની સામે ચંદ્ર પ્રયાણ કરે તેમ ચંડપ્રદ્યોતન તરફ પ્રયાણ કરતા એવા ઉદાયન રાજાની પાછલ બીજા મહા તેજવાલા મુકુટબદ્ધ દશ રાજાએ ચાલ્યા પછી જંગલ દેશની ભૂમિ પ્રત્યે ગએલા ઉદ્યાયન રાજાના સૈન્યને પ્રાણના નાશ કરનારી મહા તરસ્યા ઉત્પન્ન થઇ. તરસ્યાથી પરસ્પર અથડાઇ પડતા અને પૃથ્વી ઉપર આલેાટતા એવા સુભટા દિવસ છતાં પણ ઘુડની પેઠે માર્ગને વિષે કાંઇ પણ દેખતા નહાતા. આ વખતે
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy