SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઅભયકુમારે નામના મુનિપુણવની કથા. પછી શ્રેણિક રાજાએ અભયકુમારને અર્ધા રાજ્યસહિત મુખ્ય પ્રધાન પદ આપ્યું. ઉત્તમ બુદ્ધિવંત એવા અભયકુમારે પણ પિતાના પિતા ઉપર બહુ ભક્તિ ધારણ કરતાં છતાં દુઃસાધ્ય એવા દેશને પિતાના કબજે કર્યા. પછી શ્રેણિક ભૂપતિ રાજ્યની ચિંતાના તાપને ત્યજી દઈ દેવેંદ્રની પેઠે કેવલ નંદાની સાથે ભેગ ભેગ વવા લાગ્યો. એકઠા ઉજજયિની નગરીનો ચંડપ્રદ્યતન રાજા રાજગૃહ નગરને બહુ રાજ્ય સંપત્તિથી યુક્ત માની તેના ઉપર ચઢી આવ્યા. મુકુટબદ્ધ ચાદ રાજાઓ સહિત યુદ્ધ કરવા ચઢી આવેલા ચંડપ્રદ્યતન રાજાને સાંભલી શ્રેણિક ભૂપતિ વિચાર કરવા લાગે કે “સેનાથી પ્રબલ એવા ચંડપ્રદ્યતન રાજાને અલ્પસેનાવાળે હું શી રીતે જીતી શકીશ? શ્રેણિક આ પ્રમાણે વિચાર કરી સુધાથી મધુર એવી દ્રષ્ટિથી અત્પાતિકી આદિ ચાર બુદ્ધિના ભંડાર રૂ૫ અભયકુમાર સામું જોઈ કહેવા લાગે. કે “હવે શું કરવું? નિર્ભય એવા અભયકુમારે કહ્યું. “ હે તાત ! ચંડપ્રદ્યતનના ચઢી આવવાથી તમારે ચિંતા શી છે? બુદ્ધિથી સાધી શકાય એવા કાર્યમાં લડાઈની વાત વૃથા છે. હું એવી બુદ્ધિ પ્રેરીશ કે જેથી તમારો જય થશે. પછી અભયકુમારે શત્રુના નિવાસ સ્થાનની ભૂમિમાં ગુપ્ત રીતે સોના મહોર ભરેલા બહુ પાત્રો ડાવ્યાં. ત્યાર પછી ચંદ્રની પેઠે ચંડપ્રદ્યતન ભૂપતિએ સન્યથી રાજગૃહ નગરને ઘેરી લીધું. પછી અભયકુમારે મધુર ભાષણવાલા ગુપ્ત પુરૂષની સાથે ચંડપ્રદ્યતન રાજાને તુરત કાગલ મેક કે “શિવાદેવી અને લક્ષણો વચ્ચે જરા પણ અંતર રાખતું નથી. આપ શિવાદેવીના પતિ હોવાથી હારે માન્ય છે. માટે જ હે માલવનાથ! હું આપને ગુપ્ત રીતે ખબર આપું છું કે “ નિશ્ચ શ્રેણિક રાજાએ તમારા ચંદે રાજાઓને દ્રવ્ય આપી ફાડી નાખ્યા છે. હે રાજન શ્રેણિક ; રાજાએ તમારા રાજાઓને વશ કરવા માટે તેમને સેનામહે મોકલી છે. જેથી તે રાજાએ તે દ્રવ્ય અંગીકાર કરી તમને જ બાંધી (શ્રેણિક રાજા)ને સેંપશે. અને તેજ માટે તેઓએ પિત પિતાના મકાનમાં સોના મહોરોનાં પાત્રો ડાટેલાં છે. હું આ સત્ય કહું છું. છતાં જે આપને વિશ્વાસ ન હોય તે તેઓના મકાન જેવાં.” ચંડપ્રદ્યોતને આ સમાચાર સાંભલી તુરત એ ભૂપતિના મકાનમાં તપાસ કર્યો જેથી સેના હેરો નિકલી. ચંડઅદ્યતન સોનાલ્હેરો જોઈ તરત નાસી ગયા. ચંડ પ્રદ્યતન નાસી ગયો એટલે તેની સેના રૂપ સમુદ્રને મંથન કરી શ્રેણિક રાજાએ અધાદિ સર્વ સારવસ્તુ લઈ લીધી. ચંપ્રદ્યોતન રાજા તે વેગવાન અશ્વ ઉપર બેસી જીવ લઈને નાસી ગયા અને ઝટ પોતાના પુરમાં પેઠે. પાછલ કેટલાક મુકુટબદ્ધ જાઓ અને મહારથીએ પણ નાસી ગયા. જેથી નાયક વિનાનું સૈન્ય પણ તેવું જ કરવા લાગ્યું. છત્રવિનાના મસ્તકવાલા, બખતર વિનાના અને કપાયેલા કેશવાલા તે સર્વે પુરૂષે પણ ચંડપ્રદ્યતન રાજાની પાશ્વ ઉયિની ૨૮
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy