________________
શ્રીશિતલાચાય” નામના સુરિપુરદરની સ્થા
* 'श्रीशितलाचार्य' नामना मुरिपुरंदरनी कथा * કેઈ નગરમાં શીતલ કાંતિવાલો અને સેમ્યાદિ ગુણોથી શીતલ હવભાવવા શીતલ નામે રાજપુત્ર હતો. તેને સદ્દગુણની સંપત્તિથી ઉત્તમ ભાગ્યવાલી એક બહેન હતી. તેને તેના પતિએ મહોત્સવ પૂર્વક કે રાજાને પરણાવી હતી. તેને સદ્દગુણથી શોભતા એવા ચાર પુત્રો થયા. અનુક્રમે વૃદ્ધિ પામતા એવા તે પુત્રે સર્વ કલાના જાણ થયા.
હવે શીતલે કોઈ ગુરૂ પાસેથી દેશના સાંભલી વૈરાગ્યવાસિત થવાથી દીક્ષા લીધી. શીતલ મુનિ વિનયથી ગુરૂ પાસે અભ્યાસ કરતા છતા સર્વ સિદ્ધાંતરૂ૫ સમુદ્રના પારગામી થયા. પછી શીતલને યોગ્ય જાણી ગુરૂએ તેમને આચાર્ય પદ આપ્યું. અને પોતે બહુ ગુણના મંદીરરૂપ પરમાર્થ સાથે. પછી પંચાચારને ધારણ કરનારાઓમાં મુખ્ય એવા શીતલાચાર્ય ભવ્યજોને પ્રતિબંધ પમાડવા માટે પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા.
હવે શીતલાચાર્યની બહેન પિતાના ચારે પુત્રો આગલ શીતલ ગુરૂના પિતાના ભાઈના ) બહુ વખાણ કરતી હતી. તેથી ચારે પુત્રએ માતાએ કરેલી પ્રશંસા સાંભળી વૈરાગ્યવાસિત થઈ કઈ સ્થવિર સાધુ પાસે દીક્ષા લીધી. નિરંતર હર્ષથી સર્વ સામાચારીને પાલતા અને ગુરૂને વિનય કરતા તે ચારે જણે અનુક્રમે બહથત થયા.
એકદા તે ચારે મુનિએ પોતાના ગુરૂને વિનંતિ કરવા લાગ્યા કે “હે ગુરે ! શ્રી શીતલાચાર્ય ગુરૂ અમારા મામા થાય છે. માટે જે આપ પ્રસન્ન ચિત્તથી આજ્ઞા આપે તે તેમને મલવાને ઉત્સાહવંત એવા અમે તેમને વંદન કરવા માટે જઈએ.” ગુરૂએ કહ્યું “હે વત્સો ! તેમને વંદન કરવા માટે જાઓ, અમે શા માટે આજ્ઞા નહિ આપીએ ? કારણ શીતલસૂરદ્ર પણ યુગોત્તમ છે. ” પછી ગુરૂની આજ્ઞા લઈ શુભ માનવાલા તે ચારે મુનિયે, તુરત શીતલાચાર્યને વંદન કરવા માટે ચાલ્યા. વિધિથી વિહાર કરતા તે મુનિઓ, જે નગરમાં ઉત્તમ બુદ્ધિવાલા શીતલાચાય રહેતા હતા તે નગરે સંધ્યાકાળે આવી પહોંચ્યા. પણ વિકાસ જાણી તેઓ પિતાનું આગમન કઈ શ્રાવક સાથે ગુરૂને જણાવી નગરની બહાર દેવમંદીરમાં રહ્યા. ત્યાં તે ચારે મુનિઓ સાંઝનું સર્વ કૃત્ય કરી વિચારવા લાગ્યા કે “આપણે અહીં આવી પહોચ્યાં છતાં આજે ગુરૂને વંદના કરી નહીં માટે ધિક્કાર છે. આપણને, નિશે સવારે નગરમાં જઈ ત્રણ પ્રદક્ષિણા કરી આપણે શીતલ ગુરૂને સારી રીતે વાંદીશું.
આ પ્રમાણે વૃદ્ધિ પામતા શુભ ધ્યાનથી તે ચારે મુનિઓ રાત્રીમાં વિના પ્રયાસે કેવલજ્ઞાન પામ્યા. કૃતકૃત્યપણાથી ચારે મુનિઓ શ્રી શીતલાચાર્ય સદગુરથી ત્યાંજ થયેલા લાભને જાણ સવારે પણ તે દેવમંદીરમાં જ રહ્યા,