SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮૨ ) શ્રીઋષિમ’ડલ વૃત્તિ–ઉત્તરા, તે પુત્રનુ લાકમાં દુર્ગંધ એવું નામ પડયું. કોઇ સ્ત્રી ધન લાભથી પણ તેની સેવા કરતી નહિ. તેમજ વિજણાના પવનથી પણ તેના શરીર ઉપરથી માખીઓ ઉડતી નહિ. તેની દુર્ગંધથી પીડાએલા સેવકા પણુ માત્ર મનેાખળથી સેવતા હતા. માતા પિતા કષ્ટકારી પુત્રનું મૃત્યુજ માગતા હતા. હર્ષના સમૂહ યુક્ત અંતઃકરણવાળા, બહુ આભૂષણેાથી દેદીપ્યમાન એવા દેવ અસુર અને વિદ્યાધરા આકાશમાં તા હતા. આ વખતે તે નગરના ઉદ્યાનમાં છદ્મ તીર્થંકર શ્રીપદ્મપ્રભ-સ્વામી સમવસર્યાં. પ્રભુનું આગમન સાંભલી ભૂપતિ પુત્રાદિસહિત તેમને વંદના કરવા માટે ગયા. સિ’હુસેન ભૂપતિ સમવસરણમાં જઇ ત્યાં પ્રભુને વિધિથી વંદના કરીને બેઠી. શ્રી જિનેશ્વર પ્રભુએ મેઘની પેઠે ધર્મોપદેશ રૂપ અમૃતના વરસાદથી ભવ્ય પુરૂષોના અંતરંગ તાપને દૂર કર્યો. પછી ભૂપતિએ પુત્રના દુર્ગંધનું કારણ પૂછ્યું એટલે શ્રી જિનેશ્વરે અમૃતસમાન મધુરવાણીથી કહ્યું. આ ભરતક્ષેત્રમાં ખાર ચેાજન વિસ્તારવાનું નાગપુર નામે નગર છે. તેની પાસે નીલનગ નામે પર્વત છે. તે પર્વતની એક શિલા ઉપર કાઈ એક માસક્ષમણે પારણુ કરનારા સંયમધારક મુનિ, સર્વ પ્રકારના ઉપદ્રવાને સહન કરવા રહેતા હતા. વલી તે પર્વતના શિખર ઉપર મૃગમાર નામે પારધી રહેતા હતા. કુરક કરનારા તે પારધી હુંમેશાં કાલની પેઠે પશુ હણુતા હતા. પરંતુ સર્વ પ્રકારની લબ્ધિના ભંડાર રૂપ તે મુનિના પ્રભાવથી તે પારધીની હુંમેશા પાપકીડા નિષ્કુલ થવા લાગી તે ઉપરથી મૃગમાર પારધી, મુનિના વધ કરવાનાં છિદ્ર શેાધવા લાગ્યા. એક દિવસ મુનિરાજ માસક્ષમણુના પારણાર્થે નગરમાં ગયા એટલે પાછળ પેલા દુષ્ટ પારધી બહુ કાષ્ટ ઘાસ વિગેરેને એકઠું કરી શિલાને નીચેથી સળગાવી પછી જેમ હતું તેમ કરી ત્યાંથી નાશી ગયા. મુનિરાજે પાછા સ્થાનમાં આવીને અવિશ્વજ્ઞાનથી જોયું તા પેાતાનું આયુષ્ય પૂર્ણ થયું જાણ્યું. પછી પાતે કર્મ ક્ષય કરવા માટે તુરત શિલા ઉપર બેઠા. અતિ ધાર એવા શિલાના તાપને સહન કરતા તે તપસ્વીને વિશ્વમાં ઉત્તમ એવું અંતકૃત્ કેવલીપણું ઉત્પન્ન થયું. હવે પેલા પારધી આવા ઘાર પાપથી કાઢીયેા થયા. ગલતા શરીરવાàા તે મૃત્યુ પામીને અનંત ઉગ્ર વેદના વાલી સાતમી નરક પ્રત્યે ગયા. ત્યાંથી સ્વયંભૂરમણુદ્વીપમાં મત્યુ થયા. ત્યાંથી છઠી નરકમાં જઇ બહુ દુ:ખ પામ્યા. ત્યાંથી નિકલી સર્પ થયે. મૃત્યુ પામી પાંચમી નરક પ્રત્યે ગયા. ત્યાંથી સિંહ થયા અને ચેાથી નરકે ગયા. વાઘ થયા પછી તે ત્રીજી નરકમાં ગયા. ત્યાંથી બિલાડા થઇ ખીજી નરકે ગયા. છેવટ અગલા થઇ પેહેલી નરકે ગયા. ત્યાંથી નિકલી ચાંડાલાદિ અહુ જાતિમાં ભમ્યા પછી તે પારધીના જીવ નાગપુર નગરમાં ગાવાલીની ગાંધારીથી વૃષભસેન નામે પુત્રપણે ઉત્પન્ન થયા. ભદ્રસ્વભાવવાલે તે વૃષભસેન શ્રાવકાના સ ંગે ગાયાને ચારવા માટે નીલ પર્વતની પાસે ગયા. ત્યાં દાવાનલથી
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy