SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) શ્રીહવિલ વૃત્તિ-ઉત્તશદ્ધ હે પ્રભે ! શું આપે પણ રાત્રીએ સ્વમામાં નરક દીઠી છે કે?” મુનિએ કહ્યું. “હે વત્સ ! અમે શાસ્ત્રવચનથી નરકનું સ્વરૂપ જાણએ છીએ, અને જિનેશ્વરોએ તે શાસ્ત્ર યથાર્થરૂપે નિરૂપણ કરેલું છે. ” હવે પુષ્પવતીના જીવ રૂપ દેવતાએ બીજે દિવસે પુષ્પચુલાને વર્ગ સુખ સવમામાં દેખાડ્યાં. તેણીએ તે વાત ભૂપતિને કહી. ભૂપતિએ પાખંડી લેકેને ફરી બેલોવી સ્વર્ગ સુખનું સ્વરૂપ પૂછયું. તેઓએ કહ્યું કે “સારા ભેગ, સંપત્તિ, એશ્વર્ય; નિગીપણું અને સારું કુટુંબ એજ સ્વર્ગસુખ જાણવું. આથી બીજું સ્વર્ગ સુખ નથી.” બીજે દિવસે ભૂપતિએ અગ્નિકાપુત્ર આચાર્યને સ્વર્ગ સુખનું સ્વરૂપ પૂછ્યું એટલે તેમણે કહ્યું કે “ સ્વર્ગ સુખ દેવ અને ભવનપતિ વિગેરે ભેદથી ચાર પ્રકારનું છે.” એમ કહીને આચાર્યો અસુરની અશ્વર્યતાનું વર્ણન, તેમજ તેમના વર્ણ, અંગમાન અને શક્તિ વિગેરેનું વર્ણન શ્રી જિનેશ્વર પ્રભુના કહેવા પ્રમાણે વર્ણવી દીધું. “અધર્મથી નર્ક અને ધર્મથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.” એવાં ગુરૂનાં વચન સાંભલી પુષ્પગુલાએ દીક્ષા માટે ભૂપતિની આજ્ઞા માગી. ભૂપતિએ કહ્યું. “ જો તું હારા અંતઃપુરમાંથી હંમેશાં ભિક્ષા લઈ જા તે હું તને દીક્ષા લેવાની આજ્ઞા આપું. નહિ તે નહિ.” પુષ્પગુલાએ તે વાત અંગીકાર કરી મહા ઉત્સવ પૂર્વક તેજ ગુરૂ પાસે દીક્ષા લીધી. " એકદા અગ્નિકાપુત્ર આચાર્ય શ્રુતબળથી આવતા ભિક્ષકાલને જાણે પિતાના ગણીને બીજે મેલી દઈ પિતે ત્યાંજ રહ્યા. સાધ્વીઓમાં શિરેમણિરૂપ પુષ્યચૂલા નિરંતર અંત:પુરથી ભેજનાદિ લાવી ગુરૂની સેવા કરતી અનુક્રમે તે પુષ્પચુલા ઉત્તમ અધ્યવસાયથી કેવલજ્ઞાન પામી. તો પણ તેણીએ ગુરૂની સેવા ત્યજી દીધી નહિ અને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે તેપણ મહારે ગુરૂને વિનય ત્યજી દે નહીં” એમ ધારી તેણીએ કૃતજ્ઞપણાથી વિનય કરે ચાલુ રાખે. એકદા તે પુષ્પચુલા સાધ્વી વર્ષાદ વરસતે હતા તે પણ ભિક્ષા લઇ આવી. ગુરૂએ તેણીને જોઈ મધુર વચનથી આ પ્રમાણે શિક્ષા આપવા માંડી. હે સુભગે! આ ઉત્તમ પ્રકારે ચારિત્ર પાલતી એવી તને વલ્કય જેની મહા વિરાધના કરવી કેમ ઘટે?” તેણીએ કહ્યું. “હે ભગવન્ ? હું અચિત્ત પ્રદેશથી અહીં આવી છું.” ગુરૂએ કહ્યું. “તેં અચિત્ત પ્રદેશ શાથી જાણે?” પુપચુલાએ કહ્યું. “કેવલજ્ઞાનથી.” ગુરૂએ કહ્યું. “અહે? કેવલજ્ઞાનીને અશાતા ઉપજાવનાર એવા મને ધિક્કાર થાઓ, હારું દુષ્કૃત મિથ્યા છે.” આ પ્રમાણે ખેદ કરતા એવા ગુરૂએ કહ્યું કે “અરે મને આ જન્મમાં ધીરજ કરનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થશે?” કેવલીએ કહ્યું. “હે ભગવન ? અધીરજ ન રાખો, તમને પણ ગંગાતટ ઉતરતાં કેવલજ્ઞાન પ્રાપ્ત થશે. ” પછી ગુરૂ, ગંગા ઉતરવા માટે ગંગાતટ પ્રત્યે ગયા. ત્યાં અનિકપુત્ર આચાર્ય લોકસહિત કટ વહાણુમાં બેસવા લાગ્યા. તે ગુરૂ જે બાજુએ બેસવા ગયા તે તરફ વહાણું
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy