________________
(૨૮)
શ્રીહષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ આ પત્ર પણ કોણે મેલાવેલ છે તે હમણું સ્પષ્ટ કહ? ” રાજપુરૂએ કહ્યું. “હે નારેશ્વર ! આદન દેશના આદ્રકિ ભૂપતિના પુત્ર આદ્રકકુમારે એ બન્ને વસ્તુ આપના માટે મોકલી છે. ” એમ કહીને તે સર્વે રાજપુરૂષ, અભયકુમારને નમસ્કાર કરી ઉભા રહ્યા. પછી અભયકુમારે સત્કાર કરી રજા આપેલા સર્વે પુરૂષ સંતેષ પામતાં છતાં પિત પિતાના ઘર પ્રત્યે ગયા.
હવે પાછલ અભયકુમાર ભેટમાં આવેલી મુક્તાફલાદિ અમૂલ્ય વસ્તુ જોઈ હર્ષ પામતે છતે પિતે આદ્રકકુમારે મોકલેલો પત્ર વાંચવા લાગ્યો. “ પ્રેમ રૂપ અમૃતના સમુદ્ર સમાન હે બંધુ અભયકુમાર ! તમારું નામ સાંભળવાથી હું તમારે વિષે બહુ અનુરક્ત થયે છું. માટે હવે પછી તમે હારા મિત્ર અને ઈષ્ટ બંધુ છો. અહો ! સર્વથી નિવૃત્ત થયેલું હારું મન તમારે વિષે લીન થયું છે.” આવા પત્રને વાંચી અભયકુમાર વિચારવા લાગ્યો. “ જો કે આ આદ્રકુમાર મારી સાથે મૈત્રી કરવા ઈચ્છે છે. તે એ નિચે આસન્નસિદ્ધિવાળો હોવો જોઈએ. કારણે મારી સાથે બહુલકમી જીવ મૈત્રી કરતા નથી. હું જાણું છું કે તેણે પૂર્વ ભવમાં વ્રતની બહુ વિરાધના કરી છે અને તેથી જ તે અનાર્યદેશમાં ફેરછ કુલને વિષે ઉત્પન્ન થયો છે. માટે હારે એને નિચે સર્વ ઉપાયવડે પ્રતિબંધ પમાડે. કારણ એમ ન કરું તે એને મારી સાથે મિત્રી ને લાભ શો?આવી રીતે વિચાર કરીને અભયકુમારે હર્ષથી સુવર્ણની શ્રી આદિનાથની જટાવાલી રમ્ય પ્રતિમા કરાવી. પછી તેણે ધુપધાણું ઘંટાદિ નાના પ્રકારનાં ઉપકરણસહિત તે પ્રતિમા એક પેટીમાં મૂકી પેટીને બરાબર બંધ કરી અને પિતાના સેવકોને બેલાવીને કહ્યું કે “આ પેટી લઈ તમે આદન દેશમાં જાઓ અને ત્યાં આÁકિ ભૂપના પુત્ર અકકુમારને તે પેટી આપીને કહેજો કે તમારે આ પેટી એકાંતે ઉઘાડવી. તેમજ અભયકુમારને સાધુ પુરૂષોને આભૂષણરૂપ પ્રણામ અંગીકાર કરે.” આવી અભયકુમાર મંત્રીની શિખામણ લઈ તે રાજપુરૂષ શુભ દિવસે આદન દેશ તરફ વિદાય થયા. અનુક્રમે તેઓએ આદનદેશ પ્રત્યે જઈ આકુમારને પ્રણામ કરી તેની આગળ પેટી મૂકીને કહ્યું કે “હે સ્વામિન ! આપના મિત્ર અભયકુમારે પ્રેમથી આ ભેટ આપને મોકલાવી છે આપે આ પેટી એકાંતમાં ઉઘાડવી અને તેની અંદર રહેલી વસ્તુ યત્નથી લેવી.” રાજપુરૂષનાં આવાં વચન સાંભળી તથા પેટીરૂપ ભેટ જોઈ અત્યંત સંતુષ્ટ થએલા આદ્રકુમારે તે રાજપુરૂને કહ્યું. “હું ધન્ય છું, કૃતપુણ્ય છું તેમજ આજે હારે જન્મ સફલ થયે. કારણકે અભયકુમારે આવી ભેટ મોકલી મ્હારા ઉપર અનુગ્રહ કર્યો છે.” એમ કહી હર્ષિત હદયવાલા આકુમારે અન્ન, વસ્ત્ર આભૂષણાદિકથી તે રાજપુરૂષને સત્કાર કરવા પૂર્વક તુરત વિદાય કર્યો. પછી હર્ષિત મનવાલા આદ્રકુમારે તે પેટીને એક તમાં લઈ જઈ' ઉઘાડી તે તેમાં તેમણે ધુપધાણું, ઘંટા વિગેરે નાના પ્રકારના ઉપકરણે સહિત સુવર્ણમય શ્રી અદિનાથની પ્રતિમા દીઠી. “હારા પ્રિય મિત્ર અભય