________________
( ૧૦ )
શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરાદ્ધ
તે
હું ચિલાતીપુત્ર છું. તું જોતાં છતાં હું ત્હારૂં દ્રવ્ય અને સુસુમા પુત્રી લઇ જાઉં છું માટે જો ત્હારામાં શક્તિ હાય તા ત્યારે જેમ કરવું હેાય તેમ કર.” આ પ્રમાણે કહી પરિવાર સહિત તે ચારરાજ, ધન શ્રેણીના ઘરમાંથી દ્રવ્ય અને સુસુમાને લઇ ચાલ્યા ગયા.
પછી ધન શ્રેષ્ઠી નગરના રક્ષકાને મેલાવી કહેવા લાગ્યા કે હૈ રક્ષકા ! મ્હારી પુત્રી અને દ્રવ્ય એ અન્ને વસ્તુને ચાર લોકો ચારી ગયા છે માટે તમે તે વસ્તુને પાછી લાવા તે હું તમને તે દ્રવ્ય આપીશ.” તુરત તૈયાર થએલા રક્ષક લેાકેા તે બ્રાડ પાછળ દોડયા. ધન શ્રેષ્ઠી પણુ પાતાના પુત્રા સહિત સર્વે પ્રકારનાં આયુષ્ય લઈ તેમની સાથે દોડયા. રક્ષક લેાકેા ધાને મલી ચાર લાકોને મારી દ્રવ્ય લઈ પાછા વળ્યા. કહ્યુ` છે કે પ્રાયે લેાક પોતાના અનાજ સાધક હાય છે. આ વખતે ચિલાતીપુત્ર નામના ચારરાજ ભયથી જેટલામાં સુસુમાને લઇ ખીજી દિશા તરફ નાસવા લાગ્યું તેટલામાં તે પ્રમાણે નાસી જતા એવા તે ચારને જોઈ યમની પેઠે ક્રોધ પામેલે ધન શ્રેષ્ઠી ધેાતાના પુત્રા સહિત તેની પાછળ દોડયા. પાતાની પાછળ ધન શ્રેષ્ઠીને આવતા જોઈ અત્યંત ભયભીત થએલા ચિલાતીપુત્ર ચારરાજ વિચારવા લાગ્યા કે
66
હવે હું આ કન્યાસહિત ધનના આગલથી નાસી જવા સમર્થ નથી. એટલુંજ નહિ પણ આ કન્યાને અહીં તજી દઈને જવા હું સમર્થ નથી માટે હવે તા હું ફક્ત તેણીનું મસ્તક લઈ આ ધનની પાસેથી નાશી જા" કારણું ક્યું છે કે જીવતા માણુસ ફરી ભદ્ર પામે છે.” આ પ્રમાણે વિચાર કરી ચિલ્લાતી પુત્ર ખવડે સુષુમાના મસ્તકને કાપી સાથે લઈ નાસી ગયેા. તે વખતે ધન શ્રેષ્ઠી ત્યાં આવી પહેાંચ્યા અને પેાતાની પુત્રીની તેવી અવસ્થા જોઇ પુત્ર સહિત તે મહે શાક પામ્યા. પછી તેણે તે વનમાં દીર્ઘકાળ પર્યંત બહુ વિલાપ કર્યો. બહુ વખત થવાને લીધે પુત્રસહિત તે ધનશ્રેણીને પ્રાણાંતકારી ક્ષુધા લાગી પર’તુ તે વનમાં ભક્ષણ કરાય તેવી ફળાદિ કઇ વસ્તુ નહાતી.
પછી ધન શ્રેષ્ઠી વિચાર કરવા લાગ્યા “ ક્ષુધા બહુ લાગી છે તેથી અમે સા અહિંજ મૃત્યુ પામીશું અને તેમ થવાથી આ પ્રકારના વૈભવના વિનાશ અને ક્રુળના ક્ષય થશે. માટે જો કોઇ પ્રકાર વડે કરીને જીવિતનું રક્ષણ થાય તેા ફરીથી વૈભવનું સુખ અને પેાતાના કુળની વૃદ્ધિ થાય.” આમ વિચારી ધન શ્રેષ્ઠીએ પાતાના પુત્રાને કહ્યું. “ હે પુત્રા ! તમે મને મારી અને મ્હારા માંસનું ભક્ષણ કરી ઝટ નગર પ્રત્યે જાએ ” તેનું આવું વચન કઈ પુત્ર અંગીકાર કર્યું નહિ. મ્હોટા પુત્રે પણ પિતાની પેઠે સર્વેને પેાતાનું માંસ ભક્ષણ કરવાનું કહ્યુ. આમ ચારે જણાએ પ્રીતિથી ક્યું પણ કોઈએ તે માન્ય કર્યું નહિ. એટલે ફ્રી ધન શ્રેષ્ઠીએ કહ્યું. “ હું પુત્રા? આપણે સૈ ચિલાતીપુત્રે મારી નાખેલી સુસુમાનું ભક્ષણ કરી જીવિતનું રક્ષણુ.. કરીએ.” પુત્રાએ તે વાત અંગીકાર કરી તેથી પુત્રસહિત ધન શ્રેષ્ઠી સુષુમાનું માંસ ભક્ષણ કરી સુખે પોતાના નગર પ્રત્યે ગયેા. આ પ્રમાણે જીવિતને ધારણ કરી