________________
૭૨
નિત્યનિયમાદિ પાઠ નિગ્રંથ દશા ક્યારે થશે ? આ ગાથામાં સંયમનું વર્ણન છે તેને ભાવપૂર્વક ઇચ્છે. તેને જ પોતાનું સહજ જીવન માને. દ્રવ્યસંયમ અને ભાવસંયમ સહિત અને મોહરૂપ ગાંઠ રહિત એવા નિગ્રંથ એટલે મુનિની દશા તેની સિદ્ધિ ક્યારે થશે ? ભાવસંયમ તે રાગદ્વેષરહિતપણું. રાગદ્વેષ છે, ત્યાં પોતાના આત્માની હિંસા થાય છે, તેને મહાપાપ કહ્યું છે. “આત્મઘાતી મહાપાપી.”
શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં ચૂનાધિકતા,
ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જે.અપૂર્વ ૧૦ શ્રી પાર્શ્વનાથ ભગવાનને જેમ પૂજા અને ઉપસર્ગ પ્રત્યે સમભાવ રહ્યો હતો, તેમ શત્રુ વા મિત્ર સર્વ જીવો પ્રત્યે સર્વ પ્રસંગમાં સમભાવ સરખી દ્રષ્ટિથી જુએ. પર્યાય દૃષ્ટિ થાય ત્યાં રાગદ્વેષ થાય છે. સમાધિશતકમાં કહ્યું છે કે જ્યારે મોહને લઈને રાગદ્વેષ થાય ત્યારે આત્મા જે સ્વ એટલે પોતામાં જ રહ્યો છે તેને વિચારે તો રાગદ્વેષ ન રહે. સર્વમાં આત્મા જુએ તો સમભાવ રહે. આ ગાથામાં રાગદ્વેષ થવાનાં બળવાન નિમિત્તો બતાવ્યાં છે.
માન અને અપમાનના પ્રસંગોમાં પણ સમભાવ રહે; જીવન મરણના પ્રસંગોમાં પણ હર્ષશોક ન થાય, પણ સમભાવ રહે. ભવ અને મોક્ષ બે પ્રત્યે પણ સરખો અવિષમ ભાવ રહે. આ ભવે મોક્ષ થશે કે ઘણા ભવ કરવા પડશે? તે માટે કંઈ ખેદ નથી. માત્ર મોક્ષનું જે કારણ સમભાવ તેને સેવે, તેને ન છોડે.