________________
અપૂર્વ અવસર
યોગપ્રવર્તના,
સંયમના હેતુથી સ્વરૂપલક્ષે જિનઆશા આથીન જો; તે પણ ક્ષણક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો. અપૂર્વ ૫ ચોથી કડીમાં ગુપ્તિનું સ્વરૂપ સમજાવ્યું છે. હવે આમાં સમિતિનું સ્વરૂપ બતાવે છે. જે કંઈ મન વચન કાયાની પ્રવૃત્તિ કરે તે ઉપયોગ સહિત એટલે આત્માનો લક્ષ ચૂક્યા વિના આજ્ઞા અનુસાર હોય. ‘સ્વચ્છંદ ટળે તો જ મોક્ષ થાય. સદ્ગુરુની આજ્ઞા વિના આત્માર્થી જીવનાં શ્વાસોચ્છવાસ સિવાય બીજું ન ચાલે એવી જિનની આશા છે.'' (ઉપદેશછાયા) સત્પુરુષની આજ્ઞા આત્માનો લક્ષ ન ચૂકવો તે છે. માટે અન્ય પ્રવૃત્તિ નછૂટકે કરે ત્યાં પણ ઉપયોગ આત્મા પ્રત્યે હોય, પુરુષાર્થ આત્માના સ્વરૂપમાં સ્થિર થવાનો હોય. સમિતિમાં વર્તવું પડે તેટલું રહીને ગુપ્તિમાં એટલે ફરી આત્મસ્વરૂપમાં લીન થાય. પંચવિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંઘ વણ, વિચરવું ઉદયાર્થીન પણ વૌંતલોભ જો. અપૂર્વ ૬ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સારાખોટાપણું ન થાય. પાંચ પ્રમાદ(પ) ઇન્દ્રિય, (૪) વિકથા, (૪) કષાય, સ્નેહ ને નિદ્રા— તેમાં જીવ ખળી ન રહે એટલે તે બધાં આત્મામાં સ્થિર રહેવાના પુરુષાર્થને વિદ્મ કરનારાં જાણી તેને તજે. તેમાં મન આનંદ ન પામે, ઇષ્ટ માની તેમાં ખોટી ન થાય. પછી શામાં બંધન ન કરે તે કહે છે. ચેતન કે જડ પદાર્થોમાં રાગદ્વેષથી બંધન ન કરે.
૬૯