________________
નિત્યનિયમાદિ પાઠ જો કે અત્યારે આત્મામાં કેવળજ્ઞાન વ્યક્તિરૂપે પ્રગટ થયું નથી તોપણ શ્રુતકેવલી જેમ ઋતદ્વારા કેવળીને જણાય તે સર્વ જાણી શકે છે, તેવી રીતે પુરુષના વચનરૂપ શ્રુતના વિચારથી મારા આત્મામાં કેવળજ્ઞાન શક્તિપણે રહ્યું છે', એમ સ્પષ્ટપણે જણાય છે. સમકિત થતાં શ્રદ્ધા શુદ્ધસ્વરૂપની જ છે ત્યાં કેવળજ્ઞાન અંશે પ્રગટ થયું છે. “સર્વ ગુણાંશ તે સમ્યકત્વ. આત્માનો સમકિત ગુણ પ્રગટ થયો તે ગુણ આત્માના અનંત ગુણોને એકસરખો પ્રકાશનારો છે તેથી તે દ્વારા અંશે બઘા ગુણ પ્રગટ થયા તેથી શ્રદ્ધાપણે કેવલજ્ઞાન પણ થયું છે. શુદ્ધ
સ્વરૂપનો અનુભવ થયો પછી તેના જ વિચાર આવ્યા કરે. કોઈ વસ્તુની તીવ્ર ઇચ્છા હોય તે મળે તો જીવને તેના જ વિચાર આવ્યા કરે. તેને લક્ષીને બધું પ્રવર્તન કરે, તેમ અહીં કેવળજ્ઞાનની પ્રાપ્તિ શ્રદ્ધાપણે થઈ તેથી હવે તે જ સ્વરૂપનો વિચાર કરે. ઇચ્છા પણ તેની જ સતત રહ્યા કરે. સમ્યત્વને સંસારની કંઈ ઇચ્છા ન હોય; એક શુદ્ધાત્માનો વિચાર અને તેની જ ઇચ્છા હોય. શુદ્ધ નિશ્ચયનયથી તો સર્વ આત્મામાં કેવળજ્ઞાન છે. આમ જુદી જુદી રીતે કેવળજ્ઞાનની ભાવના થતાં પરિણામે બધા દુઃખનો અંત થઈ આત્માને અનંત અવિનાશી શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે, તે જે સત્પરુષના વચનથી જીવ ક્ષણ વારમાં પામવા યોગ્ય થયો, જે સત્પરુષના વચનબળથી સમકિત થઈ કેવળજ્ઞાનને પામવા યોગ્ય જીવ થયો એવા પરમ પૂજ્ય સત્પરુષના અનુપમ ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ વારંવાર નમસ્કાર હો ! નમસ્કાર હો !