________________
છ પદનો પત્ર
૫૫
‘રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સથે.’’ રુચિ હોય તેટલું વીર્ય સ્ફુરે અને તેટલા પ્રમાણમાં ચારિત્ર અથવા આત્મામાં સ્થિરતા કરી શકે.
સમાધિ—આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર ‘સમાધિ’ કહે છે.’’ (૫૬૮) ‘સર્વ પર દ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અક્લેશ સમાધિને પામે છે. પરમ સુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો તે સત્પુરુષોને નમસ્કાર. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ...પરમ શાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું.' (૮૩૩)
ઉપશમ વૈરાગ્ય—જ્યાં કષાય ક્લેશ નથી તે ઉપશમ અને ગૃહકુટુંબ આદિમાં આસક્તિ ન કરે તે વૈરાગ્ય. અન્યત્વ ભાવના ભાવવાથી વૈરાગ્ય દૃઢ થાય છે.
ભક્તિ—મોક્ષ માટે જ્ઞાનમાર્ગ ને ભક્તિમાર્ગ એમ બે માર્ગ છે. જ્ઞાનમાર્ગમાં જે જ્ઞાન પ્રગટ છે તેમાં એકાગ્ર થતાં સમકિત પ્રગટાવે પછી સમ્યક્ત્તાનની આરાધના કરતાં કરતાં, તેમાં જ સ્થિર થતાં કર્મ ક્ષય કરી કેવલજ્ઞાન પ્રગટ કરે છે. આ માર્ગ બહુ વિકટ છે. કોઈક તીર્થંકર જેવા બળવાન પુરુષ એ દ્વારા કર્મક્ષય કરી શકે. મોહ બહુ બળવાન છે. તે ઉદય આવીને આત્માને રાગદ્વેષ કરાવી વિષયભોગમાં આસક્ત કરી સમિતથી પાડી દે છે. વળી સમિત થવામાં તો પ્રથમ સત્પુરુષના અવલંબને જ બળ આવે છે. જે બળવાન પુરુષો વર્તમાન જન્મમાં નિરાલંબપણે