________________
ક્ષમાપના
૩૭ શુદ્ધતા. જેટલી કર્મનિર્જરા થાય તેટલી શુદ્ધતા–પવિત્રતા થઈ કહેવાય. સમકિત થાય ત્યારથી નિર્જરા થવા માંડે છે. આત્માની કર્મમલરહિત દશા થવી તે મોક્ષ છે. દયા, શાંતિ વગેરે કરીને એ શુદ્ધ ભાવનું ઓળખાણ કરવાનું છે. સમકિત ગુણ આવે એટલે આત્માના બધા ગુણો ઓળખાય. સર્વ ગુણાંશ તે સમકિત. સમકિત થતાં આત્મા વિભાવમાંથી ફરીને સ્વભાવ તરફ ઢળે છે. શુદ્ધાત્મામાં પરિણમવું તે જ પવિત્રતા છે.
હે ભગવન્! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું.
આત્માના ગુણો ઓળખ્યા નહીં ત્યાં સુધી ભૂલ્યો તેથી સંસારમાં આથડ્યો–અજ્ઞાનને લીધે જન્મમરણ કર્યા. તૃષ્ણાથી દુઃખી થતો રઝળ્યો અને અનંત સંસારની વિટંબણામાં પડ્યો છું. કેટલું દુઃખ લાગ્યું ત્યારે આ વચનો નીકળ્યાં હશે ! સંસાર અત્યંત દુઃખરૂપ લાગે ત્યારે ત્યાંથી પ્રીતિ ખસે એવું છે. સંસારથી પ્રીતિ ઊઠે ત્યારે પરમાર્થમાં જોડાય. અનંત કાળનો આ સંસાર છે. મહાવીર ભગવાને જમાલીને કહ્યું હતું કે સંસાર શાશ્વત છે અને અશાશ્વત પણ છે. આવો ને આવો સદા રહેવાનો છે, માટે શાશ્વત અને અમુક જીવની અપેક્ષાએ તે અશાશ્વત છે. જીવ જાગે ને પુરુષાર્થ કરે તો તે સંસારથી છૂટી શકે તેથી અનંત કાળનો સંસાર છતાં બઘા જીવ તેમાં અનંત કાળ રહે એવું નથી, અનાદિસાંત પણ છે. સમકિત નથી થયું
ત્યાં સુધી અનંત સંસારની ઉત્પત્તિ કરી રહ્યો છું. પાપી છું. મિથ્યાત્વ છે ત્યાં સુધી પાપ જ છે. પાંચ મહાવ્રત પાળતો હોય