________________
૩૪
નિત્યનિયમાદિ પાઠ મિથ્યા મમત્વ કરીને આત્માને બંઘન કર્યું છે તેથી જન્મમરણ થાય છે. પોતાનું શું એ વિચારે તો ભૂલ સમજાય અને ખરેખરી રીતે ભૂલ સમજાય, ત્યારે પશ્ચાત્તાપ કરે.
મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીઘાં નહીં.
શાથી ભૂલી ગયો? મનુષ્યદેહ દુર્લભ છે. તેની એક ઘડી પણ અમૂલ્ય છે. તેમાં કોઈ સત્પરુષનો ઉપદેશ મળવો અત્યંત દુર્લભ છે. એવા સરુષનાં વચનો પ્રાપ્ત થવાં ત્રણે કાળે અત્યંત દુર્લભ હોવાથી અમૂલ્ય છે, છતાં જ્યારે તે મળી આવ્યાં ત્યારે તેનું માહાન્ય જાણ્યું નહીં. તેને સામાન્યમાં ગણી કાઢ્યાં અથવા તો પૂરાં સાંભળ્યાં જ નહીં. સત્યરુષના એક એક વચનને લક્ષમાં લેવાથી કોઈ કોઈ જીવ સંસાર તરી ગયા છે–મોક્ષે ગયા છે. સપુરુષનાં વચન વિચારીને જીવે લક્ષ કરી લેવાનો છે કે હવે મારે શું કરવાનું છે ? જો લક્ષ બંઘાઈ જાય તો પછી તેના પ્રયત્નમાં લાગી જાય. કોઈએ પચાસ હજાર રૂપિયા કમાવવા એમ લક્ષ કર્યો હોય અને પછી પ્રયત્ન કરે તો તેથી અર્ધા પણ કમાઈ શકે; પરંતુ લક્ષ જ ન હોય તો તેવો પ્રયત્ન કરી શકે નહીં. તેવી રીતે સપુરુષના વચનથી આત્માનું હિત શામાં છે, તે વિચારીને શું કરવું તેનો લક્ષ થવો જોઈએ. એ રીતે સત્પરુષનાં વચનો લક્ષમાં લીઘાં નહીં તેથી હજી સંસારનો અંત આવ્યો નથી.
તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં.
ભગવાને જીવ અને અજીવ અને તેના વિસ્તારરૂપે નવ તત્ત્વ અથવા છ દ્રવ્ય કહ્યાં છે. તેમાં આખા વિશ્વના પદાર્થો આવી જાય છે અને જીવને મોક્ષની પ્રાપ્તિ કેમ થાય તે દર્શાવ્યું