________________
શું સાઘન બાકી રહ્યું!
૨૯ દર્શન થાય. વળી તેવી અનન્ય પ્રીતિ સદ્ગુરુના ચરણમાં સ્થિરપણે ટકવી જોઈએ. વૃત્તિ ક્ષણ પણ બીજે ન જતાં ત્યાં જ વસે (બર્સે). આત્માથી વિશેષ પ્રીતિનું સ્થાન તેને ન હોય. બીજા સર્વ પ્રત્યે સ્વાભાવિકપણે વૈરાગ્ય આવે. પ્રેમ પ્રીતિ ઇચ્છા તો તે સ્વરૂપમાં જ સ્થિર રહે. વૃત્તિ ત્યાં જ લાગી રહે ત્યારે આત્મા પ્રગટ જણાય. વૃત્તિને બહાર જતી રોકીને આત્મામાં જોડવી એ જ પુરુષાર્થ છે. તે તો પોતે વિચારે ને કરે ત્યારે થાય. જ્ઞાની પુરુષનું શરણું હશે તો જ તે બની શકશે. ભક્તિ પ્રેમ સદ્ગુરુના આત્મસ્થિરતારૂપ શુદ્ધ સ્વરૂપમાં શુદ્ધપણે વસે– જોડાય તો તરત શુદ્ધ આત્માનો અનુભવ પ્રગટે.
તનસેં, મનમેં, ઘનમેં, સબસે, ગુરુદેવકી આન સ્વઆત્મ બસે, તબ કારજ સિદ્ધ બને અપનો,
રસ અમૃત પાહિ પ્રેમ ઘનો. ૬ જીવે પ્રેમ બીજે વેરી નાખ્યો છે. તનમાં, ઘનમાં, મનમાં અને બીજી સંસારની અનેક વસ્તુઓમાં. તે સર્વથી અઘિકપણે પોતાની સર્વ શક્તિથી પ્રેમ સદ્ગુરુમાં જોડે. સદ્ગુરુ તો નિસ્પૃહ છે. તેથી તેઓ આપણી પાસે કંઈ માગતા નથી. માત્ર આપણા હિત માટે તેમણે કરેલી આજ્ઞા ખરા પ્રેમથી આરાઘવાની છે. તેમની આજ્ઞા એ જ સર્વસ્વ માની હૃદયમાં વિચારે. હર પળે તે આરાઘવાનું લક્ષ રાખે, ભૂલે નહીં. દ્રઢપણે અંતરમાં ઘારણ કરે.
ત્યારે જ કાર્યની સફળતા થાય. સત્પરુષ જે અમૃતરસના સાગર છે તેમની પ્રાપ્તિ થાય અને તેમનો પ્રેમ કૃપાદ્રષ્ટિ અવશ્ય પામે. આજ્ઞા આરાશે ત્યારે જ્ઞાનીની કૃપા પમાય.