________________
(-૨
નિવેદન
(પ્રથમાવૃત્તિ) શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ (અગાસ) નો લાભ લેનાર મુમુક્ષુજનો પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર રચિત આ નિત્યનિયમાદિનો હંમેશા ભક્તિપૂર્વક પાઠ કરે છે. શ્રીમદ્દા લખાણોમાં આત્માની ઊંડી છાપ હોવાથી તેમનાં વચનો ગહન અર્થથી ભરપૂર છે. તેથી તેનો પાઠ કરતી વખતે નિત્ય નવા ભાવો સ્કુરાયમાન થઈ આત્માની શુદ્ધિ થાય છે. આ નિત્યનિયમાદિ પર વિવેચન પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ પ્રસંગોપાત્ત કરેલ તેની યથાસ્મૃતિ સંક્ષેપમાં લીઘેલી આ નોંધ અન્ય મુમુક્ષુઓને પણ ઉપયોગી જણાવાથી છપાવવાનું ઉચિત ઘાર્યું છે. આ વિવેચનમાં અવતરણો ઘણાંખરાં “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ પરમકૃતપ્રભાવક મંડળે પ્રકાશિત કરેલ છે તેની બાલબોઘ આવૃત્તિ અનુસાર છે. આમાં પરમ ઉપકારી પરમ પૂજ્ય લઘુરાજસ્વામી-પ્રભુશ્રીજીના પ્રસંગોનો નિર્દેશ પણ ક્વચિત્ આવે છે. તે આ આશ્રમનો પરિચય ઘરાવતા મુમુક્ષુજનોને સરળતાથી સમજાશે. તેમને જ અર્થે ખાસ કરીને આ ગ્રંથ છપાવવામાં આવેલ છે.
આમા નવમું “બ્રહ્મચર્ય વિષે સુભાષિત” પદ છે તે પરમપૂજ્ય પ્રભુશ્રીના બોઘની એક મુમુક્ષુભાઈએ યથાસ્મૃતિ સંક્ષેપમાં રાખેલી નોંઘમાંથી લીધેલું છે. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ]
લિ. સંગ્રાહક અગાસ સ્ટેશન
સાકરબહેન પ્રેમચંદ શાહ વૈશાખ સુદ ૮, સં. ૨૦૦૦)
યાજિક