________________
૩૪૩
સાયંકાલીન દેવવંદન પોતાના સ્વરૂપનું ભાન કરાવ્યું, ઓળખાણ પ્રતીતિ કરાવી તેથી તેમને સદાય નમસ્કાર કરું છું. ૨૫ જય જય ગુરુદેવ! . . . . . . . મFણ વંદામિ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીનાં ચરણમાં, હો વંદન અગણિત. ૨૬
અમે દેહઘારી છીએ કે કેમ ? તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ. એવી અપૂર્વ દેહ છતાં વિદેહી જીવન્મુક્ત દશામાં અશરીરી ભાવે વિચરતા પુરુષ ભગવાન જ્ઞાની શ્રીમદ્ સગુરુનાં ચરણમાં અગણિત વાર, વારંવાર વંદન હો !
જય જય ગુરુદેવ! . . . . મFણ વંદામિ.
નમોડસ્તુ, નમોડસ્તુ, નમોડસ્તુ, શરણં શરણં શરણું, ત્રિકાળ શરણે, ભવોભવ શરણં, સગુરુ શરણે, સદા સર્વદા ત્રિવિઘ ત્રિવિઘ ભાવવંદન હો, વિનયવંદન હો, સમયાત્મક વંદન હો, ૐ નમોડસ્તુ જય ગુરુદેવ શાંતિઃ પરમ તારુ, પરમ સજ્જન, પરમ હેતુ, પરમ દયાળ, પરમ મયાળ, પરમ કૃપાળ, વાણી સુરસાળ, અતિસુકુમાલ, જીવદયા પ્રતિપાળ, કર્મ શત્રુના કાળ, “મા હણો મા હણો” શબ્દના કરનાર, આપકે ચરણકમલમેં મેરા મસ્તક, આપકે ચરણકમલ મેરે હૃદયકમલમેં, અખંડપણે સંસ્થાપિત રહે, સંસ્થાપિત રહે. સત્પરુષકા સસ્વરૂપ મેરે ચિત્તસ્મૃતિકે પટ પર ટંકોત્કીર્ણવત્ સદોદિત જયવંત રહે, જયવંત રહે.
હે ભગવાન ! આપને નમસ્કાર હો ! નમસ્કાર હો ! નમસ્કાર હો ! આપનું અનન્ય શરણ મને અખંડ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો ! એ શરણ ત્રિકાળ ટકી રહો, ભવોભવમાં મને એ