________________
૩૪૦
નિત્યનિયમાદિ પાઠ શલાકા નેત્ર આંજવાની સળી વડે જેણે ઉઘાડ્યા, તત્ત્વ જોવાની દ્રષ્ટિ આપી પોતાના સહજાત્મસ્વરૂપનું પ્રગટ દર્શન કરાવી, અંઘને દેખતા કર્યા, તે શ્રી સદ્ગુરુને નમસ્કાર હો. ૧૬
ધ્યાનધૂપં મન:પુષ્પ પંચેન્દ્રિયહુતાશનમ્ ક્ષમાજાપ સંતોષપૂજા પૂજ્યો દેવો નિરંજનઃ ૧૭
પરમાત્મામાં એકાગ્રતામય ધ્યાનરૂપ ધૂપ વડે, મનરૂપ પુષ્પ વડે, પાંચ ઇન્દ્રિયને વશ કરવારૂપ અગ્નિ વડે, ક્ષમારૂપ જાપ વડે અને સંતોષરૂપ પૂજા વડે, નિરંજનદેવ એટલે કર્મરૂપ અંજન મલિનતા અશુદ્ધિ રહિત શુદ્ધ સહજાત્મસ્વરૂપ ભગવાનની પૂજા કરવાયોગ્ય છે. ૧૭ દેવેષ દેવોડસ્તુ નિરંજનો મે, ગુરુગુરુધ્વસ્ત દમી શમી મે, ઘર્મેષ ઘર્મોસ્તુ દયા પર બે, ત્રીયેવ તત્ત્વાનિ ભવે ભવે મે. ૧૮ | સર્વ દેવોમાં નિરંજન, કર્મમલમુક્ત શુદ્ધ સહજાત્મસ્વરૂપ દેવ એ જ મારા દેવ હો ! સર્વ ગુરુઓમાં દમી, ઇન્દ્રિયોને દમનારા, જીતનારા અને શમી, કષાયાદિ વિભાવોને શમાવી પરમ શાંત દાંત સહજા—દશાઘારી ગુરુ એ જ મારા ગુરુ હો! તેમજ સર્વ ઘર્મોમાં દ્રવ્યદયા, ભાવદયા, સ્વદયા, પરદયા, સ્વરૂપદયા, અનુબંધદયા, વ્યવહારદયા, નિશ્ચયદયા આદિ સર્વોત્કૃષ્ટ દયામૂલ ઘર્મ એ જ મારો ઘર્મ હો. એ ત્રણેય તત્ત્વ મોક્ષપ્રાતિ પર્યત મને ભવોભવ પ્રાપ્ત હો! ૧૮ પરાત્પરગુરવે નમઃ પરંપરાચાર્યગુરવે નમઃ પરમ ગુરવે નમઃ સાક્ષાત્ પ્રત્યક્ષસગુરવે નમોનમઃ ૧૯
પરથી પર એટલે સર્વથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ગુરુને નમસ્કાર હો. ગૌતમસ્વામી આદિની પરંપરામાં થયેલા ઉત્તરોત્તર આચાર્ય