________________
સાયંકાલીન દેવવંદન
૩૩૧
નિરર્થક છે. તે અભીષ્ટ ફળ મોક્ષને આપે નહીં, માટે સદ્ગુરુની કે જિનવરની પૂજા કે ભક્તિ ભાવથી કરીએ, દાન આદિ ભાવપૂર્વક દઈએ, આતમ ભાવના પણ ભાવથી ભાવીએ તો તે ભાવ વધતાં વધતાં આત્મભાવનાના બળે જીવ કેવળજ્ઞાન પામી પરમ કૃતાર્થ થઈ જાય. એમ ભાવ જ બળવાન છે માટે ધર્મ ચાર પ્રકારે કહ્યો તેમાં ભાવને છેલ્લો મૂક્યો–દાન, શીલ, તપ અને ભાવ.
ત્વ માતા દ્વં પિતા ચૈવ સ્વં ગુરુરૂં બાંઘવઃ ત્વમેકઃ શરણં સ્વામિન્ જીવિત જીવિતેશ્વરઃ ૨૦
હે પરમાત્મા, પરમ કૃપાળુ દેવ, તમે જ મારાં માતા છો, તમે જ પિતા છો, તમે જ ગુરુ છો, તમે જ બાંધવ છો, તમારું જ મને એક અનન્ય શરણ છે. હે સ્વામિન્, તમે જ મારું જીવન છો, તમે જ જીવનના અધીશ્વર છો.
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ ભ્રાતા ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવદેવ.૨૧
હે પ્રભુ, તમે જ માતા તથા પિતા છો. તમે જ ભ્રાતા અને મિત્ર છો. તમે જ વિદ્યા અને ઘન છો. હે દેવાધિદેવ ! તમે જ મારું સર્વસ્વ છો.
યસ્વર્ગાવતરોત્સવે યદભવજ્જન્માભિષેકોત્સવે, યદ્દીક્ષા ગ્રહણોત્સવે યદખિલજ્ઞાનપ્રકાશોત્સવે, યન્નિર્વાણગમોત્સવે જિનપતે પૂજાદ્ભુતં તદ્દ્ભવૈઃ સંગીતસ્તુતિમંગલૈ: પ્રસરતાં મે સુપ્રભાતોત્સવઃ ૨૨
ભગવાન જ્યારે સ્વર્ગમાંથી અવતરી માતાના ગર્ભમાં આવે