________________
૩૨૭
પ્રાતઃકાળની સ્તુતિ રાગ, દ્વેષ, અજ્ઞાન આદિ વિભાવોની સેનાને જીતનાર તે જિન, એવા શ્રી ઋષભદેવ તથા શ્રી શાંતિનાથ તીર્થકરોને હું ભક્તિભર્યા ભાવથી નમસ્કાર કરું છું. હે ભગવન્! મારા સર્વ કર્મરૂપ પાપનો ક્ષય કરો. હે નેમિનાથ, પાર્શ્વનાથ ભગવાન, હે પ્રભુ, આપ સદાય મારું મંગલ કરો. ત્રણ ભુવનના નાથ એવા હે મહાવીર સ્વામી ! મારી કુમતિ, મિથ્યાત્વભાવનો છેદ કરો. અને બાકીના સર્વ જિનેશ્વર ભગવંતો મને સુમતિ, સારી સભ્ય બુદ્ધિ, સમ્યગૂજ્ઞાન આપો.
અહતો ભગવંત ઇન્ડમહિતા સિદ્ધાશ્ચ સિદ્ધિસ્થિતા આચાર્યા જિનશાસનોન્નતિકરા પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંતસુપાઠકા મુનિવરા રત્નત્રયારાઘકાઃ પંચ પરમેષ્ઠિનઃ પ્રતિદિન કુતુ વો મંગલમ્ ૮
કર્મરૂપ અરિને હણે તે અરિહંત, દેવો અને ઇન્દ્રાદિના વિંદન, નમસ્કાર, પૂજા-સત્કારને યોગ્ય બને, સિદ્ધપદને યોગ્ય બને તે અહંત. એવા ઇન્દ્રથી પૂજિત અહંત ભગવંત, તથા મુક્તિના અદ્વિતીય મંદિરરૂપ સિદ્ધિસ્થાનમાં શાશ્વત સ્થિતિ કરી અનંત સુખ અને આનંદમાં વિરાજી રહ્યા એવા સિદ્ધ ભગવંત તથા જિનશાસનની ઉન્નતિ કરનારા આચાર્ય ભગવંતો તેમજ શ્રી સિદ્ધાંતના પઠન-પાઠનમાં તત્પર (પોતે ભણીને અન્ય મુનિઓને ભણાવવા તત્પર) એવા ઉપાધ્યાય ભગવંતો તેમ જ સમ્યમ્ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયને આરાઘનારા મુનિવરો એવા હે પાંચેય (પરમે સ્થિતા) પરમેષ્ઠી ભગવંતો ! તમે પ્રતિદિન અમારું મંગળ કરો.