________________
સાયંકાલીન દેવવંદન
૩૨૧
ભાવાર્થ :— અજ્ઞાનરૂપી અંધકારથી આંધળા બનેલા અમને જ્ઞાનરૂપી અંજન આંજવાની સળીથી જેણે દેખતા કર્યા છે અથવા જેણે જ્ઞાનરૂપી આંખ ઉઘાડી છે તે સદ્ગુરુને નમસ્કાર હો !
ઘ્યાન છૂપું મનઃ પુષ્પ પંચેન્દ્રિય હુતાશનમ્ ક્ષમાજાપ સંતોષપૂજા પૂજ્યો દેવો નિરંજનઃ ૧૭ ભાવાર્થ :— પાંચ ઇન્દ્રિયો રૂપી અગ્નિનો ધ્યાનરૂપી ગ્રૂપ સાથે સમાગમ કરવો, મનરૂપી પુષ્પ પ્રભુને ચઢાવવું (મનને પ્રભુના ગુણમાં રોકવું), ક્ષમા રાખવાનો જાપ કરવો અને સંતોષથી પ્રસન્ન ચિત્ત રાખવા રૂપે પૂજા કરવી—એ રીતે કર્મરૂપી અંજનથી રહિત નિરંજન દેવ છે તે પૂજવા લાયક છે. દેવેષુ દેવોડસ્તુ નિરંજનો મે, ગુરુર્ગુરુધ્વસ્તુ દમી શમી મે ઘર્યેષુ થર્મોસ્તુ દયા પરો મે, ત્રીજ્યેવ તત્ત્વાનિ ભવે ભવે મે ૧૮
ભાવાર્થ :– સર્વ દેવોમાં જે નિરંજન, કર્મરહિત હોય તે મારા દેવ હો, ગુરુઓમાં ઇન્દ્રિયોને દમન (વશ) કરનારા અને કષાયને શમાવનારા હોય તે મારા ગુરુ હો, તેમ જ સર્વે ધર્મોમાં જે દયામયી ઘર્મ તે મારો ધર્મ હો. આ ત્રણે તત્ત્વો મને દરેક ભવમાં મળો.
પરાત્પર ગુરવે નમઃ, પરંપરાચાર્ય ગુરવે નમઃ પરમ ગુરવે નમઃ, સાક્ષાત્ પ્રત્યક્ષ સદ્ગુરવે નમોનમઃ૧૯ ભાવાર્થ :– સર્વેમાં ઉત્કૃષ્ટ ગુરુને નમસ્કાર હો, ગૌતમ સ્વામી અને સુધર્માસ્વામીની પરંપરામાં થયેલા ગુરુને નમસ્કાર હો, પરમ ગુરુને નમસ્કાર હો અને વર્તમાન પ્રગટ સદ્ગુરુને નમસ્કાર હો.
21