________________
૩૧૫
મેરી ભાવના ફલે પ્રેમ પરસ્પર જગમેં, મોહ દૂર પર રહ્યા કરે, અપ્રિય-કટુક-કઠોર શબ્દ નહિ, કોઈ મુખસે કહા કરે; બનકર સબ “યુગ-વીર' હૃદયસે દેશોન્નતિરત રહ્યા કરે, વસ્તુ સ્વરૂપ વિચાર ખુશીસે, સબ દુઃખ સંકટ સહા કરે.૧૧
સર્વ પ્રાણી માત્ર પોતાના આત્મા સમાન છે એ વિશાળ તત્ત્વષ્ટિ થતાં જગતમાં સર્વ જીવો પ્રત્યે પરસ્પર પ્રેમ પ્રીતિ પ્રમોદ ભાવ ફેલાઓ; પરંતુ તે પ્રેમ મોહરૂપ ન હો. મોહ એ અજ્ઞાનજન્ય ભાવ છે, રાગદ્વેષને વધારનાર છે, સ્વાર્થી સંકુચિત વૃત્તિને પોષનાર છે, પરમાર્થને આવરણ કરનાર છે. માટે તે મોહ (સંસારી જીવોનો પરમ શત્રુ હોવાથી) સર્વથી દૂર જ રહેજો. - કોઈ જીવ અપ્રિય, કટુક, કર્કશ, નિર્દય શબ્દ મુખથી કોઈને કહો નહીં. “યુગ વીર' એટલે પં. જુગલકિશોર (આ “મેરી ભાવનાના કર્તા) કહે છે કે સર્વ જીવો હદયના ઉત્સાહથી (યુગવીર) આ કાળમાં વીર બનીને દેશોન્નતિમાં તત્પર રહો. અને વસ્તુ સ્વરૂપના વિચારથી, જીવ અજીવ આદિ તત્ત્વસ્વરૂપની સવિચારણાથી આત્મજ્ઞાનજનિત સદાનંદની પ્રાપ્તિ કરી સર્વ દુઃખોને, સંકટોને, ધીરજથી સહન કરી આ સંસાર દુઃખોદધિને તરી જાઓ. ઈતિ શિવમ્.