________________
સામાયિક પાઠ
૨૯૭ (૪) નિદાન આર્તધ્યાન - ઘર્મક્રિયાના ફળરૂપ આગામી કાળમાં ભોગ મળે તે ચિંતાથી આકુળવ્યાકુળ ભાવ રાખવા તે.
રૌદ્રધ્યાન - દુષ્ટ પરઘાતક સ્વાર્થસાઘક હિંસક પરિણામોની એકાગ્રતા તે રૌદ્રધ્યાન પ્રાયઃ નરક ગતિનું કારણ થાય છે, માટે તજવા યોગ્ય છે. તેના ચાર ભેદ છે.
(૧) હિંસાનંદી - બીજા પ્રાણીઓની હિંસા કરવામાં, કરાવવામાં, અનુમોદવામાં આનંદ માનનારને તેવાં દુષ્ટ પરિણામોમાં એકાગ્રતા છે તે.
(૨) મૃષાનંદી-અસત્ય બોલવામાં, બોલાવવામાં, બોલનારને સારું કહેવામાં, જૂઠને સાચું સાબિત કરી આનંદ માનનારને તેવાં દુષ્ટ પરિણામોમાં એકાગ્રતા થવી તે.
(૩) ચૌર્યાનંદી - પરદ્રવ્ય આદિની ચોરી કરવી, કરાવવી, કરનારને ભલું માનવું; ઇત્યાદિ ચોરીમાં આનંદિત પરિણામોની એકાગ્રતા.
(૪) પરિગ્રહાનંદી - પરિગ્રહ એકઠો કરવો, કરાવવો, અનુમોદવો; પરિગ્રહરક્ષામાં બાહોશી માની એમાં આનંદિત પરિણામોની એકાગ્રતા.
ઉપર પ્રમાણે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અધોગતિનાં કારણ હોવાથી તેને છોડીને હવે હું ઘર્મધ્યાનનો આશ્રય ગ્રહણ કરી (સમતા ભાવ) સામાયિક કરું છું. અને ભાવની વૃદ્ધિ કરનાર મારો સંયમ ક્યારે શુદ્ધ થશે એમ ભાવું છું.
પૃથ્વી જલ અરુ અગ્નિ વાયુ ચઉ કાય વનસ્પતિ, પંચહિ થાવરમાંહિ તથા ત્રસ જીવ બર્સે જિત; બે ઇંદ્રિય તિય ચઉ પંચેંદ્રિયમાંહિ જીવ સબ, તિનર્સે ક્ષમા કરાઊં મુઝપર ક્ષમા કરો અબ. ૧૨