________________
સામાયિક પાઠ
૨૯૫ દુર્લભ સાઘન કહ્યું છે. તેવા કુળમાં જન્મ થયા છતાં સદ્ધર્મના ઉપદેશક આત્મજ્ઞાની સત્પરુષની પ્રાપ્તિ, તેમનો સમાગમ, તેમનો બોઘ, તેથી વીતરાગ ભગવાનના ઘર્મની શ્રદ્ધા એ આદિ ઉત્તરોત્તર દુર્લભ પ્રાતિ ગણાય છે.
કોઈ મહાપુણ્યના ઉદયે ઉપરોક્ત સર્વ દુર્લભ સામગ્રી તો હું પામ્યો છે. મનુષ્યદેહથી માંડી વીતરાગ પ્રભુનાં વચનામૃતની વર્ષારૂપ જિનવાણીના અભ્યાસ સુધી સર્વની મને પ્રાપ્તિ થઈ, તોપણ હું જીવહિંસા આદિ દોષમાં હજુ પ્રવર્તે છું. તેથી મને ધિક ધિક્ ધિક્કાર છે.
ઇંદ્રિય લંપટ હોય ખોય નિજ જ્ઞાન જમા સબ, અજ્ઞાની જિમ કરે તિસી વિધિ હિંસક હૈ અબ; ગમનાગમન કરતો જીવ વિરાઘે ભોલે, તે સબ દોષ કિયે નિંદુ અબ મન વચ તોલે. ૯
પાંચ ઇન્દ્રિયના વિષયોમાં અત્યંત આસક્ત (ઇલિંપટ) થઈને, મેં જ્ઞાનનો, બોઘનો જે કંઈ સંચય હતો તે ગુમાવી દઈને, અજ્ઞાની જેમ હિંસા આદિ પાપમાં નિઃશંક નિર્ભયપણે પ્રવર્તે તેમ પ્રવર્તતાં, મેં જતાં આવતાં જે જે બિચારા નિર્દોષ જીવોને હણ્યા હોય, વિરાધ્યા હોય તે સર્વ દોષને હવે મારાં મન વચનને સમતોલ નિષ્કપટ રાખીને નિંદું છું.
આલોચન વિધિ થકી દોષ લાગે જુ ઘનેરે, તે સબ દોષ વિનાશ હોઉ તુમૌં જિન મેરે; બારબાર ઇસ ભાંતિ મોહ મદ દોષ કુટિલતા, ઈર્ષાદિકર્તે ભયે નિદિયે જે ભયભીતા. ૧૦