________________
૧૪
નિત્યનિયમાદિ પાઠ
તેને સારું કહેવું—અનુમોદના કરવી એમ નવ પ્રકારે ધર્મભાવના વર્ધમાન થાય છે. બીજી વાત કરવા કરતાં ઘર્મની, સત્સંગની વાત કરીએ તો લાભ થાય. ચોથા આરામાં સત્પુરુષો ઘણા વિચરતા તેથી તેમનો બોધ પામવો સુલભ હતો. આ કાળમાં તો મહા પુણ્ય હોય તેને ક્વચિત્ મળે. માટે જે આજ્ઞા, બોધ વગેરે પ્રાપ્ત થયું હોય તેને અત્યંત દુર્લભ સમજી આરાઘવું. નિરંતર લક્ષ રાખી પોષવું. જેમ કે એક શેઠ વૃદ્ધ થયા હતા તેમણે એક દિવસ સગાં વગેરેને પોતાને ત્યાં એકત્ર કર્યાં અને પોતાના ચાર છોકરાઓની વહુઓ હતી તેમને બોલાવીને દરેકને ડાંગરના પાંચ પાંચ દાણા આપ્યા. તેમાં સહુથી મોટી હતી તેણે વિચાર્યું કે ડોસાનું મગજ ખસી ગયું છે તેથી બધાની વચ્ચે કંઈ દાગીનો કે કીમતી ચીજ આપવાને બદલે આવા દાણા આપ્યા એમ વિચારી તેણે તે ફેંકી દીધા. બીજીએ વિચાર્યું કે દાણા તો ખાવા માટે હોય એમ વિચારી છોડાં ઉખેડીને ખાઈ ગઈ. ત્રીજીએ વિચાર્યું કે સસરાજીએ દાણા આપ્યા છે તે નકામા તો નહીં હોય, કોઈ વાર કામ લાગશે એમ વિચારી ડાબલીમાં સાચવીને સંઘરી રાખ્યા. ચોથી સહુથી નાની વહુ હતી તે બહુ વિચક્ષણ હતી. તેણે તે પાંચ દાણા પોતાને પિયેર મોકલી તેને વવરાવ્યા. નવા દાણા થયા તેનાથી બીજે વર્ષે ફરી ખેતી કરાવી. એમ પાંચ વર્ષ કરાવ્યું તેથી ઘણાં ગાડાં ભરાય એટલી ડાંગર થઈ. પાંચ વર્ષ પછી શેઠે ફરીથી બધાંની વચ્ચે બોલાવી દાણાનું શું કર્યું હતું તે પૂછ્યું. બે જણીએ પોતાની વાત કહી. ત્રીજીએ પોતે સંઘરેલા દાણા લાવીને બતાવ્યા અને ચોથી વહુએ કહ્યું કે તે દાણા લાવવા તો ઘણાં ગાડાં જોઈશે. પછી તે મુજબ પોતાને પિયેરથી ગાડાં ને ગાડાં