________________
આલોચના પાઠ
૨૮૯ હે પ્રભુ, આપ તો વીતરાગ છો. પરંતુ આપના ભક્ત એવા દેવોએ શાસન અને શીલ પ્રત્યેના અનુરાગથી દ્રોપદીનાં ચીર પૂર્યા. સીતાજીને માટે અગ્નિકુંડને સ્થાને કમળવાળું જલાશય બનાવ્યું. શીલનું માહાભ્ય ત્રણ જગતમાં પ્રગટ કર્યું. અંજન ચોર જેવા પાપીને પણ પવિત્ર નિષ્કામી બનાવી તાર્યો. એ બઘો આપનો જ પ્રભાવ છે. તો હે અંતરજામી ! મારાં જન્મ મરણાદિ દુઃખો દૂર કરો.
મેરે અવગુણ ન ચિતારો, પ્રભુ અપનો બિરુદ નિહારો; સબ દોષ રહિત કરી સ્વામી, દુઃખ મેટટું અંતરજામી.૩૨
હે પ્રભુ ! મારા અનંત દોષ છે તે તરફ ન જોશો. પરંતુ તે સ્વામી, આપનું તારક બિરુદ (પદવી) છે તે જોઈને મને સર્વ દોષ રહિત શુદ્ધ પરમાત્મદશાની પ્રાપ્તિ થાય તેમ કરો કે જેથી હે સર્વજ્ઞ પ્રભુ, મારાં સર્વ સંસારપરિભ્રમણનાં દુઃખ દૂર થાય.
ઇંદ્રાદિક પદવી ન ચાહું, વિષયનિમેં નાહિ લુભા; રાગાદિક દોષ હરીજે, પરમાતમ નિજ પદ દીજે.૩૩
આ લોકની અલ્પ પણ સુખેચ્છા જ્યાં સુધી છે ત્યાં સુધી આત્મિક સુખનો અંશ પણ પ્રગટે તેમ નથી. માટે દેવલોકમાં ઇંદ્રાદિકનાં જે સુખ છે તે પણ રાગ-અંગારાથી બાળનારાં દુઃખદ અને વિનાશી હોવાથી ઇચ્છવા યોગ્ય નથી. તેથી લૌકિક સુખ, ઇન્દ્રાદિક પદની મને સ્વપ્ન પણ ઇચ્છા ન હો. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં લોભ ન રહો. તેની ઇચ્છા સંપૂર્ણ નિવૃત્ત થઈ જાઓ. રાગ-દ્વેષ અને અજ્ઞાન આદિ મારા અનંત દોષ દૂર કરી દઈ, હે પરમાત્મા, મને મારું પદ, મારું સ્વાભાવિક નિર્મળ અનંત જ્ઞાન,
19