________________
આલોચના પાઠ
૨૮૩
(૧) વડના ટેટા, (૨) પીંપળના ટેટા, (૩) પીંપળાના ટેટા, (૪) ઉમરડાં, (૫) અંજીર એ પાંચ ઉદુંબર ફળ છે તે ઘણા જીવોથી ભરપૂર હોવાથી અભક્ષ્ય છે. છતાં ભક્ષ્યાભક્ષ્યનો વિવેક ન હોવાથી એ પાંચ ઉદુંબર મેં ખાધાં. વળી મધ, માંસ અને મદિરાની મનમાં ઇચ્છા કરી. પરંતુ એ આઠેયના ત્યાગરૂપ આઠ મૂલ ગુણને મેં ધારણ કર્યા નહીં ! તથા જુગાર, માંસ, દારૂ, ચોરી, વેશ્યાસંગ, શિકાર ને ૫૨દારાગમન એ સાત દુઃખદાયી અધોગતિનાં કારણરૂપ વ્યસનોને મેં સેવ્યાં.
દુઈબીસ અભખ જિન ૐગાયે, સો ભી નિશદિન řભુંજાએ; કછુ ભેદાભેદ ન પાયો, જ્યોં ત્યૌં કર ઉદર ભરાયો.૧૧
જિનેશ્વર ભગવાને બાવીશ પ્રકારના અભક્ષ્ય કહ્યા છે. (૧) કરા, (૨) કાચાં દહીંવડાં, (૩) રાત્રિભોજન, (૪) બહુ બીજવાળું ફળ, (૫) રીંગણ, (૬) અથાણું (૭) પીંપળના ટેટા, (૮) વડના ટેટા, (૯) ઉમરડાં, (૧૦) કઠૂંબર ફળ, (૧૧) પીંપળાના ટેટા, (૧૨) અજાણ્યું ફળ, (૧૩) કંદમૂળ, (૧૪) માટી, (૧૫) વિષાદિ પદાર્થ, (૧૬) માંસ, (૧૭) મઘ, (૧૮) માખણ, (૧૯) મદિરા, (૨૦) તુચ્છ ચણી બોર આદિ (કાચાં, સડેલાં, બગડી ગયેલાં) ફળ (૨૧) બરફ (૨૨) જેના રૂપ રસ ગંધ સ્પર્શ બગડી ગયા હોય તેવાં દૂધ દહીં આદિ પદાર્થો—આ બાવીશ અભક્ષ્ય પદાર્થો પણ મેં રાત્રિદિવસ ખાધા. એ ખાવા યોગ્ય છે કે નહીં, હિતરૂપ છે કે અહિતરૂપ ઇત્યાદિ કંઈ વિચાર વગર જેમ તેમ કરી પેટ ભર ભર કર્યું.
૧. બાવીસ, ૨. અભક્ષ્ય ૩. જિનેશ્વર ભગવાને કહ્યા છે. ૪. ખાધા.