________________
૨૭૬
નિત્યનિયમાદિ પાઠ સિદ્ધ ભગવાન ચૈતન્યરૂપ પરમ આનંદનું ઘામ, શરીર રહિત પરમાત્મા થયા. આ પ્રમાણે વસ્તુ સ્વભાવ એટલે શુદ્ધ આત્મસ્વભાવ–અનંત જ્ઞાન, દર્શન આદિ શુદ્ધ ચૈતન્ય સ્વભાવને પ્રગટાવી, રાગ દ્વેષ આદિ સર્વ વિભાવોથી રહિત સર્વ વિકારોથી રહિત થઈને શુદ્ધ પરિણતિને પામીને તે ચિતૂપ, ચૈતન્યમય પરમાનંદમય સિદ્ધ પરમાત્મસ્વરૂપને પામ્યા.
તનુ પરમાણુ દામિનિપર, સબ મિર ગયે, રહે સેસ નખ કેસ-રૂપ જે પરિણયે; તબ હરિ પ્રમુખ ચતુરવિઘ, સુરગણ સુભ સચ્યો,
માયામઈ નખકેસ રહિત જિનતનુ રચ્યો. રચિ અગર ચંદન પ્રમુખ પરિમલ, દ્રવ્ય જિન જયકારિયો, પદપતિત અગનિકુમાર મુકુટાનલ સુવિધિ સંસ્કારિયો; નિર્વાણ કલ્યાણક સુમહિમા, સુનત સબ સુખ પાવહીં, જન રૂપચંદ સુદેવ જિનવર જગત મંગલ ગાવહીં.૨૪
ભગવાન મોક્ષે ગયા એટલે તેમના પૌલિક શરીરના સર્વ પરમાણુ વીજળીની માફક તત્કાળ ખરી (વીખરાઈ ગયા. નખ અને કેશરૂપ જે પરમાણુ પરિણમ્યા હતા તે માત્ર બાકી રહ્યા. તેથી ઇન્દ્રાદિક ચારે પ્રકારના દેવોએ ભગવાનનું એક માયામથી શરીર બનાવ્યું અને તેમાં નખ અને કેશ ન બનાવ્યા પરંતુ તેની જગાએ ભગવાનના મૂળ શરીરના નખ અને કેશ ગોઠવ્યા; પછી અગરૂ ચંદન આદિ સુગંધી પદાર્થોથી ચિતા ખડકીને તેમાં તે (માયામયી) શરીરને જય જય ધ્વનિ સાથે
૧. “દામનિવત” એવો પાઠ પણ છે. ૨. સંચય કર્યો.