________________
૨૪૨
નિત્યનિયમાદિ પાઠ ૪. ક્ષમા–સમતા ઘારણ કરે છતાં નિમિત્ત મળતાં આત્મામાં ખળભળાટ થાય. ક્રોઘાદિ ઉદય આવે તેને ક્ષમા દ્વારા શમાવે. કર્મના ઉદયમાં ક્ષમા રાખે. કારણ હોય તોપણ ક્રોઘ ન કરે. કોઈ કંઈ કહે તો સામો તપી ન જાય. સુખ તો શાંતિ ને ક્ષમામાં છે એ બરાબર જાણ્યું હોય તો પછી હાથે કરીને બળતામાં કોણ પડે? સ્મરણ વગેરેમાં સુખ વેદાય છે તો તેમાં જ રહેવું. બીજાને ખોટું લાગે એવા વિચારો શું કામ કરવા? કે એવું શું કામ બોલવું? ક્ષમા સમતાપૂર્વક જ્ઞાનીના વચનમાં ચિત્ત રાખે કે સ્મરણમાં રહે તે ઉત્તમ છે. ક્રોઘ કરવો એ પોતાને જ અહિતકારી છે. એમ સમજે તો ક્ષમા આવે.
જ્ઞાની પુરુષનું કહેવું છે કે ક્રોઘ થવાનો પ્રસંગ હોય તે વખતે જો ગમ ખાઈ જાય તો છ મહિનાના ઉપવાસ જેટલું ફળ થાય. ઉપવાસનું ફળ તો ભાવ પ્રમાણે સારું કે ખોટું ગમે તેમ આવે પણ આ સમતા કે ક્ષમા તો ઠેઠ આત્મામાં લઈ જઈ પરિણામે મોક્ષ પમાડનારી છે. બીજો કર્મથી ઘેરાઈને પરવશ બોલે છે તો મારે એવું શા માટે બોલવું? અવિચારને લઈને જ ક્રોઘ થાય છે. જો વિચારે તો લાગે કે સ૬ વસ્તુ આત્મા છે તેને મારે સાચવવો છે. આવેશમાં આવ્યા વગર સાચી વાત હોય તે કહે તે ક્રોઘ ન કહેવાય. સત્યથી ક્ષમા સચવાય છે. મને આમ લાગે છે માટે કહ્યું છું પછી તમારે માનવું હોય તેમ માનો, એમ સાચી વાત જણાવે, ક્રોઘ વગર શાંતિથી બોલે તો તકરાર સમાઈ જાય. પરંતુ આપણામાં ક્રોઘના સંસ્કાર પડેલા છે તે કોઈ સામું ક્રોઘથી બોલે ત્યારે જાગ્રત થઈ જાય છે. ત્યારે બને તો મૌન રહેવું અને અંદર