________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૩૭
નિશ્ચયનયની વાતો કરવાથી આત્મા પમાય એમ માને. પરંતુ જેમ બીજ વગર ઝાડ ઊગે નહીં તેમ સદ્ગુરુઆજ્ઞા આરાધ્યા વગર આત્માનું સ્વરૂપ પ્રગટ ન થાય. માટીમાંથી ઘડો થા થાએમ કહેવાથી ઘડો ન થાય પરંતુ કુંભાર બધી સામગ્રી મેળવીને બનાવે તો ઘડો થાય. તેમ ઉપાદાન એટલે આત્મા આત્મા કહેતાં શીખ્યો પણ નિમિત્ત જોડ્યાં નહીં, સિદ્ધાંતિક જ્ઞાન થવા પ્રથમ ઉપદેશબોધની જરૂર છે તે લીધો નહીં; એમ નિમિત્તને છોડી દે તો મોક્ષના અધિકારી ન થવાય, સિદ્ધત્વને ન પામે અને સમ્યક્ત્વ પણ ન થાય તેથી ભ્રાંતિમાં જ પોતે વર્તતો હોય એવા જીવને પોતાને હાનિ થાય અને તેનો સંગ કરે તેને પણ નુકસાન થાય. મતાર્થી લક્ષણમાં કહ્યું છે તેમ –
જ્ઞાનદશા પામે નહીં, સાઘનદશા ન કાંઈ; પામે તેનો સંગ જે, તે બૂડે ભવમાંહી. ૩૦
આત્મસિદ્ધિમાં ઠેકાણે ઠેકાણે ભૂલ થવાનાં સ્થાનો બતાવી ચેતાવ્યા છે. પોતાને જ્ઞાની મનાવે પછી કોઈને પૂછતાં પણ શરમ આવે. તેથી ભૂલ નીકળે જ નહીં. આમ ઊંઘે રસ્તે ચડી ગયા પછી સીધે રસ્તે આવવું બહુ વિકટ છે. (૧૩૬)
મુખથી જ્ઞાન કથે અને, અંતર્ છૂટ્યો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર શાર્નોનો દ્રોહ. ૧૩૭
અર્થ : મુખથી નિશ્ચયમુખ્ય વચનો કહે છે, પણ અંતરથી પોતાને જ મોહ છૂટ્યો નથી, એવા પામર પ્રાણી માત્ર જ્ઞાની કહેવરાવવાની કામનાએ સાચા જ્ઞાની પુરુષનો દ્રોહ કરે છે. (૧૩૭)