________________
૨૩૪
નિત્યનિયમાદિ પાઠ કાળાદિને લીધે ભેદ કહ્યો હોય છતાં એક ફળ ઉત્પન્ન કરનાર હોવાથી તેમાં પણ પરમાર્થે ભેદ નથી. (૧૩૪)
ભાવાર્થ - વર્તમાનમાં ગચ્છમતના ભેદ પડી ગયા છે, નિશ્ચય કે વ્યવહારને માનનારના ભેદ પડી ગયા છે તો આપણે શું કરવું? કોણ નિવેડો લાવી શકે ? તે આ ગાથામાં કહે છે. જ્ઞાની જ સત્ય બતાવવા સમર્થ છે. એવા જ્ઞાની પૂર્વે થઈ ગયા છે, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે, તેઓ જ બઘો નિવેડો લાવી શકે. તેથી સૌથી પ્રથમ જ્ઞાનીને શોઘવા. ત્રણે કાળમાં જ્ઞાનીએ અનુભવેલું આત્માનું સ્વરૂપ તો સરખું જ છે. આત્માની ઓળખાણ કરવાનો જે માર્ગ છે, તે માર્ગમાં ભેદ નથી. યોગદ્રષ્ટિમાં કહ્યું છે -
“ચિત યોગનાં રે જે પર ગ્રંથમાં, યોગાચારય દિઠું;
પંચમ દ્રષ્ટિ થકી તે જોડીએ, એહવા તેહ ગરિø.”
એમ બીજા મતના યોગીને પણ આત્મજ્ઞાન થતાં પાંચમી દ્રષ્ટિમાં સમકિતીની સમાન ગણ્યા છે. એ રીતે બઘા જ્ઞાનીનો એક જ માર્ગ છે. (૧૩૪)
સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. ૧૩૫
અર્થ :- સર્વ જીવને વિષે સિદ્ધ સમાન સત્તા છે, પણ તે તો જે સમજે તેને પ્રગટ થાય. તે પ્રગટ થવામાં સદ્ગુરુની આજ્ઞાથી પ્રવર્તવું, તથા સદ્ગરુએ ઉપદેશેલી એવી જિનદશાનો વિચાર કરવો, તે બેય નિમિત્ત કારણ છે. (૧૩૫)