________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૩૧ ઘડી આત્મામાં રહે તો તો કેવલજ્ઞાન પ્રગટે. એ બનવું કેટલું વિકટ છે તેની ખબર નથી. કર્મનો ઉદય નિરંતર છે તે સમજાતું નથી.
વળી નિશ્ચયને પણ છોડી દેવાનો નથી. નિશ્ચયને લક્ષમાં રાખીને સાઘન કરવાં. ઉપયોગ વગરની એકલી ક્રિયા કર્મબંઘનું કારણ છે. (૧૩૧)
નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. ૧૩૨
અર્થ - અત્રે એકાંતે નિશ્ચયનય કહ્યો નથી, અથવા એકાંતે વ્યવહારનય કહ્યો નથી; બેય જ્યાં જ્યાં જેમ ઘટે તેમ સાથે રહ્યાં છે. (૧૩૨) | ભાવાર્થ – “એ જ ઘર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ”.... વગેરે નિશ્ચયનયથી કહ્યું હતું તે એકાંતે સમજવાનું નથી. “છૂટે દેહાધ્યાસ તો...એમાં “તો” મૂક્યો છે તે વ્યવહારની અપેક્ષા સૂચવે છે. આત્મા કર્તા છે, ભોક્તા છે એમ કહ્યું તે વ્યવહારનયથી કહ્યું છે. તે પણ એકાંતે કહ્યું નથી, નિશ્ચયના લક્ષપૂર્વક કહ્યું છે. સ્યાદ્વાદ પદ્ધતિ અનુસાર નિશ્ચય અને વ્યવહાર બન્નેને સાથે રાખીને આત્મસિદ્ધિમાં ઉપદેશ કર્યો છે. નિશ્ચયનયની વાત કહેતી વખતે વ્યવહાર ગૌણપણે લક્ષમાં હોય અને વ્યવહારનયની વાત કરતી વખતે નિશ્ચય ગૌણપણે લક્ષમાં હોય એમ સ્યાદ્વાદથી કહ્યું છે. જ્યાં જેમ ઘટે તેમ કહ્યું છે તેથી વાંચનારે પણ તે સભ્યપ્રકારે સમજીને લક્ષમાં લેવું. (૧૩૨)