________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૦૫
બુદ્ધિપૂર્વક આત્માનો લક્ષ કે .વચાર ન રહે પરંતુ એ વાતની શ્રદ્ધા ફરતી નથી. તેથી ફરી સ્મૃતિ થતાં આત્માનો લક્ષ થાય અને અવકાશ હોય તો અનુભવ કરી શકે. આવી રીતે સમકિતીને પોતાના સ્વરૂપનો અનુભવ, લક્ષ અને પ્રતીત રહે છે અને તેની વૃત્તિનો પ્રવાહ એટલે આત્માની પરિણતિ અથવા રુચિ આત્મામાં સ્થિર થવાના વલણવાળી હોય છે. (૧૧૧)
વર્ધમાન સમર્પિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદ વાસ. ૧૧૨ અર્થ ઃ— તે સમિત વધતી જતી ધારાથી હાસ્યશોકાદિથી જે કંઈ આત્માને વિષે મિથ્યાભાસ ભાસ્યા છે તેને ટાળે, અને સ્વભાવ સમાધિરૂપ ચારિત્રનો ઉદય થાય, જેથી સર્વ રાગદ્વેષના ક્ષયરૂપ વીતરાગપદમાં સ્થિતિ થાય. (૧૧૨)
ભાવાર્થ :— જેમ જેમ આત્માનો અનુભવ વધે તેમ તેમ કર્મ નિર્જરે છે અને સમ્યક્ત્વ ઉજ્જ્વળ થતું જાય છે. દેહ અને આત્મા સર્વથા ભિન્ન જણાય તેથી દેહના સુખથી સુખ માનવાની મિથ્યા માન્યતાઓ હતી તે બધી ફરી જાય. સંસારનાં પાંચ ઇન્દ્રિયનાં સુખ અહિતકારી લાગે. આત્માનું સુખ આત્માને કર્મથી છોડાવવામાં છે એમ જાણી કષાય ટાળવા પુરુષાર્થ કરે ત્યારે પ્રત્યાખ્યાનાવરણ, અપ્રત્યાખ્યાનાવરણ કર્મનો ક્ષયોપશમ થાય, તેથી વાસ્તવિક રીતે દેશચારિત્ર કે સકલચારિત્ર આવે ત્યારે સાચો શ્રાવક કે સાચો સાધુ થાય. આ પ્રમાણે પ્રગટેલા ચારિત્રગુણને વિશેષ શુદ્ધ કરતાં કરતાં વીતરાગ સ્વરૂપ પ્રાસ કરે. આત્માનો અનુભવ થાય પછી બાહ્ય પ્રવૃત્તિઓ ઓછી કરે અને બને તેટલો વખત આત્મામાં સ્થિર થવાનો પુરુષાર્થ કરે.